- લાલબાગના રાજાના દરબારને 10 સપ્ટેમ્બરથી શણગારશે
- આ વખતે પણ ભક્તો પંડાલમાં જઈને વિઘ્નહર્તાની પૂજા નહિ કરે
- ભક્તો ઓનલાઇન માધ્યમથી પૂજા અને દર્શન કરી શકશે
મુંબઈ: વિશ્વ પ્રસિદ્ધ ગણેશોત્સવ લાલબાગના રાજા (Lalbaughcha Raja Mumbai)ના 10 સપ્ટેમ્બરથી દરબારને શણગારશે, પરંતુ આ વખતે પણ ભક્તો પંડાલમાં જઈને વિઘ્નહર્તાની પૂજા કરી શકશે નહીં, કારણ કે કોરોના સંક્રમણને કારણે લાલાબાગના રાજાના દરબારમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ વખતે 4 ફૂટ ઉંચી ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભક્તો ઓનલાઇન માધ્યમથી પૂજા કરી શકશે અને દર્શન કરી શકશે.
ગયા વર્ષે ગણેશોત્સવ સમિતિએ રક્ત અને પ્લાઝમા દાન શિબિર યોજી હતી
ગયા વર્ષે મુંબઈમાં કોરોના વાઈરસ સંક્રમણની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાને કારણે, લાલ બાગના રાજા ગણેશોત્સવ સમિતિએ રક્ત અને પ્લાઝમા દાન શિબિરનું આયોજન કર્યું હતું.
ગણેશોત્સવ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી વચ્ચે સ્વાસ્થ્ય ઉત્સવ તરીકે ઉજવાશે
મુંબઈમાં વિભાગીય સચિવ સુધીર સાલ્વીએ જણાવ્યું કે, આ વખતે ગણેશોત્સવ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી વચ્ચે સ્વાસ્થ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. પરંપરાગત રીતે ગણેશોત્સવમાં પૂજા થશે. આ દરમિયાન અન્ય કાર્યક્રમો પણ થશે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજાની 15 ફૂટથી મોટી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી મોટી હસ્તીઓ ભગવાન ગણેશના દર્શન કરવા માટે આવતી હતી.
આ પણ વાંચો: Corona Effect: રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદ
લાલબાગના રાજા 1934 થી દર વર્ષે અહીં પોતાનો દરબાર શણગારે છે, પરંતુ 86 વર્ષથી ચાલતી પરંપરા કોરોનાના સંક્રમણને કારણે ગયા વર્ષે તૂટી ગઈ હતી.