ETV Bharat / bharat

First Grain ATM: હરિયાણાના ગુરુગ્રામમાં સ્થાપ્યુ દેશનું પ્રથમ અનાજ ATM

author img

By

Published : Jul 16, 2021, 9:10 AM IST

Updated : Jul 16, 2021, 9:34 AM IST

હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં દેશનું પહેલું 'અનાજ ATM' (First Grain ATM) લગાવવામાં આવ્યું છે. જેમ તમે બેંક એટીએમમાંથી રોકડ ઉપાડો છો, તેવી જ રીતે હવે અનાજ પણ 'ગ્રેન એટીએમ' માંથી ઉપાડી શકાશે.

First Grain ATM: હરિયાણાના ગુરુગ્રામમાં સ્થાપ્યુ દેશનું પ્રથમ અનાજ ATM
First Grain ATM: હરિયાણાના ગુરુગ્રામમાં સ્થાપ્યુ દેશનું પ્રથમ અનાજ ATM
  • હરિયાણાના ગુરુગ્રામમાં દેશનું પ્રથમ 'અનાજ એટીએમ'
  • ગુરુગ્રામમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયુ ATM
  • 70 કિલો અનાજ 7 મિનિટમાં આવશે બહાર

ચંદીગઢ: પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુરુગ્રામમાં દેશનું પ્રથમ 'અનાજ એટીએમ' (First Grain ATM) શરૂ કરવામાં આવ્યો છે. આ મશીન એક સમયે 5-7 મિનિટમાં 70 કિલો જેટલું અનાજ કાઢી શકે છે. હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, હવે અનાજ મેળવવા માટે ગ્રાહકોને સરકારી રેશન ડેપોની સામે કતારો લેવી પડશે નહીં કારણ કે હરિયાણા સરકાર ગ્રાહકોને 'અનાજ એટીએમ' પ્રદાન કરશે.

શું રેશન માફિયાઓ પર આવશે કાબૂ ?

દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) એ જણાવ્યું હતું કે, હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશનું પ્રથમ અનાજ એટીએમ ગોઠવવામાં આવ્યું છે. ચૌટાલા પર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી પણ છે. તેમણે જણાવ્યું હતું કે, 'અનાજ એટીએમ' (Grain ATM)ની સ્થાપના સાથે રાશનના જથ્થાને સમયસર અને સચોટ માપવા સંબંધિત તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. ચૌટાલાએ અહીં એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મશીન લગાવવાનો ઉદ્દેશએ ખાતરી કરવાનો છે કે, યોગ્ય માત્રામાં ઓછામાં ઓછા મુશ્કેલી સાથે યોગ્ય લાભકર્તા સુધી પહોંચે.

  • हरियाणा के गुरुग्राम में हमने देश का पहला "ग्रेन एटीएम" शुरू कर दिया है।
    प्रदेश के गरीबों को उनके हक के अनाज का एक-एक दाना मिले, उसकी गुणवत्ता भी अच्छी हो और लोगों को डिपो पर कतारों में भी ना लगना पड़े, इसी उद्देश्य के साथ हमने ग्रेन एटीएम की शुरुआत की है। pic.twitter.com/Jxx0R32dJ2

    — Manohar Lal (@mlkhattar) July 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: હરિયાણા સરકારે બ્લેક ફંગસને નોટિફાઇડ રોગ તરીકે જાહેર કરી દીધો

બેંક એટીએમની જેમ કરશે કામ

ચૌટાલાએ કહ્યું કે, આનાથી માત્ર ગ્રાહકોને જ ફાયદો થાય પરંતુ સરકારી ડેપોમાં અનાજની અછતની સમસ્યાને પણ સમાપ્ત કરવામાં આવશે અને જાહેર અન્ન વિતરણ પ્રણાલીમાં પહેલા કરતા વધુ પારદર્શિતા આવશે. તેમણે જણાવ્યું હતું કે, ગુરુગ્રામ જિલ્લાના ફરરૂખનગર ખાતે આ પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, રાજ્યભરના સરકારી ડેપોમાં ખાદ્ય સપ્લાય મશીનો લગાવવાની યોજના છે. નિવેદનમાં જણાવાયું છે કે, 'અનાજ એટીએમ' એક સ્વ-ડ્રાઇવ મશીન છે જે બેંકના એટીએમની જેમ કાર્ય કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'આ મશીન સંયુક્ત રાષ્ટ્રના' વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ 'હેઠળ સ્થાપિત કરવામાં આવશે.

Last Updated : Jul 16, 2021, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.