ETV Bharat / bharat

કોરોનાના કપરા કાળમાં ગૂગલ અને માઈક્રોસોફ્ટના CEO ભારતને મદદ કરશે - भारत में कोरोना महामारी की दूसरी लहर

ભારત કોરોના વાઈરસની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે ભારતને કોરોના મહામારી સામેની લડાઈમાં દિગ્ગજ અમેરિકી મલ્ટિનેશનલ ટેક્નિકલ કંપનીઝના મૂળ ભારતીય CEOએ ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ભારતને મદદ પહોંચાડવાનું વચન આપ્યું છે.

corona
corona
author img

By

Published : Apr 26, 2021, 12:11 PM IST

Updated : Apr 26, 2021, 1:07 PM IST

  • અમેરિકી મલ્ટિનેશનલ ટેક્નિકલ કંપનીઝના મૂળ ભારતીય CEOએ ભારત અંગે ચિંતા વ્યક્ત કરી
  • ભારતને જોઈતી તમામ મદદ પહોંચાડવાનું અમેરિકી મલ્ટિનેશનલ ટેક્નિકલ કંપનીઝે આપ્યું વચન
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,52,991 કેસ નોંધાયા, 2,812 લોકોના મૃત્યુ થયા

નવી દિલ્હીઃ ભારતમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ભારતની મદદ કરવા માટે અનેક દેશ સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ એ કોઈનાથી છુપી નથી. હવે અમેરિકી મલ્ટિનેશનલ ટેક્નિકલ કંપનીઝના CEOએ ભારતની મદદ કરવાનું વચન આપ્યું છે.

મહત્વપૂર્ણ સૂચનાઓને ફેલાવવામાં મદદ માટે ગિવ-ઈન્ડિયા, યુનિસેફને 135 કરોડનું ફન્ડિંગ

આ પણ વાંચોઃ ભારતને મદદ કરવા અમેરિકી સંસાધનો ભારત પહોંચાડવામાં આવશેઃ US સંરક્ષણ પ્રધાન

માઈક્રોસોફ્ટ અને ગૂગલના CEOએ ભારતને મદદ કરવાનું વચન આપ્યું

ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ સોમવારે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોરોના વાઈરસ મહામારીની બીજી લહેરના કારણે ભારતમાં સર્જાયેલી સ્થિતિથી દુઃખી છું અને રાહત કાર્યોમાં મદદ કરવા અને ઓક્સિજન કન્સ્ટ્રેશન ડિવાઈસની ખરીદી કરવાનું વચન આપીએ છીએ. આ રીતે ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ મદદ કરવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચોઃ અમેરિકા: ભારતને મદદ કરવા બાઈડન પર વધ્યું દબાણ, સોશિયલ મીડિયા પર ભારતીયોએ અભિયાન શરૂ કર્યુ

માઈક્રોસોફ્ટના CEOએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ભારતમાં સર્જાયેલી વર્તમાન સ્થિતિથી ખૂબ દુઃખી છું. હું આભારી છું કે, અમેરિકી સરકાર મદદ કરવામાં લાગી ગઈ છે. માઈક્રોસોફ્ટ રાહત પ્રયાસોમાં સહાયતા માટે પોતાનો અવાજ, સંસાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું ચાલુ કરશે.

તો બીજી તરફ ગૂગલના CEO સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાની સ્થિતિ ડરાવી દે તેવી છે. ગૂગલ અને ગૂગલર્સ મેડિકલ સપ્લાય, ઉચ્ચ જોખમવાળા લોકોની મદદ કરવા અને મહત્વપૂર્ણ સૂચનાઓને ફેલાવવામાં મદદ માટે ગિવ-ઈન્ડિયા, યૂનિસેફને 135 કરોડ રૂપિયાનું ફન્ડિંગ કરી રહ્યા છીએ.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3,52,991 કેસ નોંધાયા

આપને જણાવી દઈએ કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 3,52,991 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,73,13,163 થઈ ચૂકી છે. જ્યારે 2,812 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કુલ 1,95,123 થઈ છે. અત્યારે દેશમાં 28,13,658 સક્રિય કેસ છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 1,43,04,382 છે.

Last Updated : Apr 26, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.