- મુંબઈમાં આવેલી હાફકિન ઈન્સ્ટિટ્યૂટને વેક્સિન બનાવવા મળી મંજૂરી
- ભારત બાયોટેક અને ICMR સાથે મળીને કોવેક્સિનનું કરશે નિર્માણ
- વેક્સિનેશન ઝડપી બનાવવા માટે વેક્સિનનું ઉત્પાદન ઝડપી કરાશે
નવી દિલ્હીઃ ભારત બાયોટેક નિર્મિત કોવેક્સિનને ભારત સરકારની મંજૂરી મળી ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. હાલમાં આ વેક્સિનનું નિર્માણ હૈદરાબાદમાં આવેલી ભારત બાયોટેક કરી રહી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને પણ ગુરુવારે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી અને હાફકિન ઈન્સ્ટિટ્યૂટને મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ જામનગરમાં વિવિધ સ્થળો પર કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયા
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 61,695 કેસ નોંધાયા
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 61,695 કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ કોરોનાના કેસની સંખ્યા 36,39,855 થઈ છે. જ્યારે આ મહામારીથી 349 દર્દીના મોત થતા રાજ્યમાં મૃત્યુઆંક 59,153 થયો છે. રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, કોવિડ-19ના છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ અત્યાર સુધીના બીજી વાર સૌથી વધારે કેસ છે.
આ પણ વાંચોઃ પાટણના વેપારીઓએ કોરોના પ્રતિરોધક રસી લીધી
અત્યાર સુધી રાજ્યમાં 2.30 કરોડ સેમ્પલની તપાસ કરાઈ
મુંબઈમાં કોરોનાના નવા 8,209 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 5,53,404 પર પહોંચી છે. જ્યારે 50 લોકોના મોત થતા મૃત્યુઆંકની સંખ્યા 12,197 થઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં 2,34,452 કોરોના ટેસ્ટ કરાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 2,30,36,652 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.