નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં મત ગણતરીના (Counting of votes in five states) વલણોથી ઉત્સાહિત, ભારતીય જનતા પાર્ટી (BJP) ગુરુવારે સાંજે તેની સર્વોચ્ચ નીતિ-નિર્માણ સંસ્થા, સંસદીય બોર્ડની બેઠક (BJP parliamentary board meeting) બોલાવી શકે છે. વલણો અનુસાર, BJP ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે, જ્યારે તે મણિપુર અને ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાની તૈયારીમાં છે. પંજાબમાં દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકાર બનવાની તમામ શક્યતાઓ છે.
આ પણ વાંચો: UP Assembly Election 2022 : ઉત્તરપ્રદેશમાં 37 વર્ષ પછી સત્તા પક્ષે બીજી વખત બનાવી સરકાર, બદલાયો ઇતિહાસ
નરેન્દ્ર મોદી સાંજે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરે તેવી શક્યતા
સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભાજપના મુખ્ય કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદીય બોર્ડની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે.
આ પણ વાંચો: UP Election Results 2022 : 'બુલડોઝર બાબા' પહોંચ્યા ભાજપ કાર્યાલય, જીતની ઉજવણીમાં ડૂબ્યા કાર્યકરો