- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સોમવારથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર
- બંગાળમાં ચોથા તબક્કાના મતદાન માટે કરાશે ચૂંટણી પ્રચાર
- જે. પી. નડ્ડા શ્રીરામપુરમાં સવારે ચૂંટણી જનસભા સંબોધશે
આ પણ વાંચોઃ આસામ વિધાનસભા ચૂંટણી 2021 : ECએ હેમંત બિસ્વા સરમાને આપી રાહત
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનો પ્રચાર થંભી ગયો છે. હવે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે. આ સાથે જ કેરળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને આસામમાં પણ મતદાન થશે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ચોથા તબક્કાના મતદાન માટે સોમવારે પ્રચાર કરશે. આ અંગે મળતી માહિતી અનુસાર, ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. નડ્ડા પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં સવારે 11.30 વાગ્યે પહેલી ચૂંટણી જનસભા સંબોધશે. ત્યારબાદ 1 વાગ્યે તેઓ ટોલિગંજમાં રોડ શૉ કરશે.
આ પણ વાંચોઃ દીદીએ મોદીને પૂછ્યું "તમે ભગવાન છો કે સુપરમેન?"
ભાજપે ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ નેતાઓની ટીમ ઉતારી છે
આ સાથે જ જે. પી. નડ્ડા બપોરે 2.45 વાગ્યે ચિનસુરામાં એક ચૂંટણી રેલીમાં ભાગ લેશે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે શરૂઆતથી જ એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે પોતાના તમામ દિગ્ગજ નેતાઓની ટીમ ચૂંટણી પ્રચાર માટે ઉતારી છે.