- તમિલનાડુમાં દિવાળીના પર્વ પર ફટાકડા ફોડતા દુર્ઘટના સર્જાઈ
- ફટાકડાની દુકાન પર સળગતો ફટાકડો પડવાથી દુર્ઘટના
- દુર્ઘટનામાં 1 બાળકનું મોત, 2 ઈજાગ્રસ્ત
ચેન્નાઈ: તામિલનાડુના કલ્લકુરિચી જિલ્લામાં દિવાળી નિમિત્તે ફટાકડા ફોડતી વખતે દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટના કોંગરાયાપલાયમ ગામની છે.
ફટાકડાની દુકાન પર પડ્યો સળગતો ફટાકડો
કૃષ્ણ સામીની ગામમાં રાશનની દુકાન છે. દીપાવલી પર તેણે દુકાન પાસે ફટાકડા વેચવા રાખ્યા હતા. કૃષ્ણનો દોઢ વર્ષનો બાળક પાડોશીના અન્ય બે બાળકો સાથે દુકાનની નજીક રમી રહ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે શેરીમાં ફટાકડા સળગાવી દીધા હતા, જે દુર્ભાગ્યે દુકાન નજીક વેચવા માટે રાખેલા ફટાકડા ઉપર પડી ગયા હતા.
સારવાર દરમિયાન એક બાળકનું મોત
સ્થિતિ ગંભીર જોઈને દર્શિતને ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ શનિવારે મોડી રાત્રે સારવાર દરમિયાન દર્શિતનું મોત નીપજ્યું હતું. અન્ય બે બાળકોને સલેમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.