ETV Bharat / bharat

થાવરચંદ ગેહલોતે કર્ણાટકના 19માં રાજ્યપાલના રૂપમાં લીધા શપથ - 19માં રાજ્યપાલ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતે(THAWARCHAND GEHLOT) કર્ણાટકના 19માં રાજ્યપાલના રૂપમાં શપથ લીધા હતા. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકાએ રાજભવનમાં ગેહલોતને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા.

થાવરચંદ ગેહલોતે કર્ણાટકના 19માં રાજ્યપાલના રૂપમાં લીધા શપથ

author img

By

Published : Jul 11, 2021, 3:16 PM IST

  • થાવરચંદ ગેહલોતે રવિવારે કર્ણાટકના 19માં રાજ્યપાલ તરીકે શપથ લીધા
  • થાવરચંદ ગેહલોત વજુભાઇ રૂડાભાઇ વાલાની જગ્યા લેશે
  • 6 જુલાઈએ રાષ્ટ્રપતિએ ગેહલોતને કર્ણાટકના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવાની ઘોષણા કરી હતી

બેંગલુરુ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતે(THAWARCHAND GEHLOT) રવિવારે કર્ણાટકના 19માં રાજ્યપાલ તરીકે શપથ લીધા. તેઓ વજુભાઇ રૂડાભાઇ વાલાની જગ્યા લેશે. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકાએ નિવર્તમાન રાજ્યપાલ વજુભાઇ વાલા, મુખ્યપ્રધાન બી.એસ.યેદીયુરપ્પા, તેમના મંત્રીમંડળના સાથીઓ, સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવ પી. રવી કુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજભવનમાં ગેહલોતને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા.

આ પણ વાંચોઃ ભાજપ શાસિત આ રાજ્યને મળ્યા નવા મુખ્યપ્રધાન, આજે લેશે શપથ

ગેહલોતે ભગવાનને સાક્ષી માનીને પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા

સફેદ સૂટ અને હિમાચલી ટોપી પહેરેલા ગેહલોતે ભગવાનને સાક્ષી માનીને પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા, શપથ ગ્રહણ સમારોહ પછી, ન્યાયાધીશ ઓકા, વાલા અને યેદિયુરપ્પાએ નવા રાજ્યપાલને પુષ્પગુચ્છો આપ્યા અને અભિનંદન પાઠવ્યા. ગેહલોત (73) દક્ષિણ રાજ્યમાં નવો ચાર્જ સંભાળતા પહેલા કેન્દ્રમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન અને રાજ્યસભામાં ગૃહના નેતા હતા. 6 જુલાઈએ રાષ્ટ્રપતિએ ગેહલોતને કર્ણાટકના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવાની ઘોષણા કરી હતી.

ગેહલોતની રાજકીય યાત્રા

18મે, 1948ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં રૂપેટામાં દલિત પરિવારમાં જન્મેલા ગેહલોતે વિક્રમ યુનિવર્સિટી ઉજ્જૈનથી બીએની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં શામેસ હતા. ગેહલોતે 1962માં જનસંઘમાં શામેલ થઇને પોતાની રાજકીય પારીની શરૂઆત કરી હતી અને ભાજપમાં ઘણા મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા હતા.

રાજ્યસભાના સભ્ય પણ હતા

તેમની ચૂંટણી લક્ષી રાજકારણની શરૂઆત 1980માં થઈ હતી અને 1996માં લોકસભાના સભ્ય ચૂંટાયા પહેલા તેઓ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 2009 સુધી સતત ચાર વખત લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા.

કટોકટી દરમિયાન જેલમાં ગયા

ગેહલોતે(THAWARCHAND GEHLOT) કર્ણાટક વિશે સારી જાણકારી રાખે છે કારણ કે 2006થી 2014 વચ્ચે તેઓ ત્યારે પાર્ટીના પ્રદેશ પ્રભારી રહ્યા જ્યારે તેઓ ભાજપના મહાસચિવ હતા. ગેહલોત (THAWARCHAND GEHLOT)મજૂરોના મુદ્દાને વધારવા 1968 અને 1971 ની વચ્ચે ઘણી વખત અને 1970ના દાયકામાં લાદવામાં આવેલી કટોકટી દરમિયાન જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ભલે 83 વર્ષીય વાલાની પાંચ વર્ષની મુદત ઓગસ્ટ 2019માં સમાપ્ત થઈ ગઈ હતી, પરંતું તેઓ હોદ્દા પર રહ્યા કારણ કે, કેન્દ્ર દ્વારા તેમના અનુગામીનો નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચોઃ પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યપ્રધાનના રૂપમાં આજે લેશે શપથ, બની જશે રાજ્યના સૌથી યુવા મુખ્યપ્રધાન

કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધને તેમની કાર્યવાહીને 'ગુજરાતી ઉદ્યોગપતિ' નું કાર્યની જેમ ગણાવ્યું હતું

રાજકીય રીતે, વાલા મે 2018માં કોંગ્રેસ-જેડી (એસ) ગઠબંધન માટે મુશ્કેલી ઉભી કરતા ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવા માટે ટીકાઓનો શિકાર થયા હતા. કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધને તેમની કાર્યવાહીને 'ગુજરાતી ઉદ્યોગપતિ' નું કાર્યની જેમ ગણાવ્યું હતું. કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધને જુલાઇ 2019માં એચડી કુમારસ્વામીના વિશ્વાસમત દરમિયાન વારં-વાર અંતિમ સમયસીમા નિર્ધારિત કરીને વિધાનસભાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાને લઇને તેમની પર નિશાનો સાધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.