- સંરક્ષણ પ્રધાને આસિયાન ડિપેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસમાં સંબોધન કર્યું
- આતંકવાદ અને કટ્ટરપંથ વિશ્વની સુરક્ષા અને શાંતિ માટે જોખમઃ રાજનાથ સિંઘ
- સંરક્ષણ પ્રધાને વ્યાપ્ત સુરક્ષા પડકારોનો સામનો કરવા અંગે ભારતનો પક્ષ રજૂ કર્યો
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ' (ADMM પ્લસ)ને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં વિસ્તારમાં વ્યાપ્ત સુરક્ષા પડકારોનો સામનો કરવા અંગે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો- Kedarnath Disaster 2013 :કેદારનાથ દુર્ઘટનાના થયા 8 વર્ષ, નથી વિસરાયા ભયાનક દ્રશ્યો
સામૂહિક સહયોગથી આતંકી સંગઠનો અને તેના નેટવર્કને નષ્ટ કરી શકાયઃ રાજનાથ સિંઘ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, આતંકવાદ અને કટ્ટરપંથ વિશ્વની સુરક્ષા અને શાંતિ માટે જોખમ છે, જેનો આજે વિશ્વ સામનો કરી રહ્યું છે. ભારત વિશ્વાસ કરે છે કે, ફક્ત સામૂહિક સહયોગથી જ આતંકી સંગઠનો અને તેના નેટવર્કને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં એક સ્વતંત્ર, ખૂલ્લી અને સમાવેશી વ્યવસ્થાનું આહ્વાન કરે છે, જે રાષ્ટ્રોની સંપ્રભુતા અને વિસ્તાર અખંડતતા પર આધારિત હોય અને વિવાદોનું સમાધાન આંતરરાષ્ટ્રીય નિયમો અને કાયદાના માધ્યમથી વાતચીત શાંતિપૂર્વક હોય.
આ પણ વાંચો- ચૂંટણી પછીની હિંસા પર રાજ્યપાલના પત્ર પર બંગાળ સરકારે આપ્યો જવાબ
દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારની સાથે ભારતનું જોડાણ 2014માં થયું હતુંઃ રાજનાથ સિંઘ
રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે, દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારની સાથે ભારતનું જોડાણ નવેમ્બર 2014માં વડાપ્રધાન મોદી દ્વારા જાહેર એક્ટ ઈસ્ટ પોલિસી પર આધારિત છે. આ નીતિના મહત્વપૂર્ણ તત્વ આર્થિક સહયોગ અને સાંસ્કૃતિક સંબંધ વધારવા અને ઈન્ડો પેસિફિક વિસ્તારના દેશોની સાથે રણનીતિ સંબંધ સ્થાપિત કરવાનું છે.