ETV Bharat / bharat

JK Terror Module Busted : સુરક્ષા દળોએ બાંદીપોરામાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો - હિઝબુલ મુજાહિદ્દીન

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળોએ જિલ્લામાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદને પુનર્જીવિત કરવામાં પાકિસ્તાનના આતંકવાદી આગેવાનોની નાપાક યોજનાઓને સફળતાપૂર્વક નિષ્ફળ કરવામાં આવી છે. ઉપરાંત પૂછપરછ બાદ માહિતીના આધારે મોટો હથિયારોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

JK Terror Module Busted
JK Terror Module Busted
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 3:02 PM IST

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર પોલીસે આસામ રાઈફલ્સ અને CRPF સાથે મળીને ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા હાઇબ્રિડ આતંકવાદીની હિલચાલ વિશેની ચોક્કસ માહિતીના આધારે શુક્રવારે દરદગુંડ વિસ્તારમાં એક પોસ્ટ બનાવવામાં આવી હતી.

આતંકી ઝડપાયો : આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ચેક પોઇન્ટ પર એક શંકાસ્પદ વ્યક્તિ સંયુક્ત ટીમને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને પકડી લેવામાં આવ્યો છે. નેસબલ સુમ્બલના શફાયાત ઝુબેર રિશીની તપાસ કરતા તેની પાસે એક પિસ્તોલ, મેગેઝિન, આઠ રાઉન્ડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.

આતંકીનો આશય : જમ્મુ અને કાશ્મીર પોલીસ વધુમાં જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તે પઝલપોરા વિસ્તારમાં માર્યા ગયેલા આતંકવાદી અને એરિયા કમાન્ડર યુસુફ ચૌપાનની પત્ની મુનીરા બેગમ પાસેથી હથિયારો અને દારૂગોળો લેવા જઈ રહ્યો હતો. સંબંધિત રીતે આરોપી પાકિસ્તાન સ્થિત આતંકવાદી હેન્ડલર મુસ્તાક અહમદ મીર સાથે સંપર્કમાં હતો. જેણે 1999 માં પાડોશી દેશમાં ઘૂસણખોરી કરી હતી. ઉપરાંત જિલ્લામાં આતંકવાદીઓને મદદ કરવા માટે કામ કરી રહ્યો હતો.

ભયાનક હથિયાર : આરોપી 2000 કોઠીબાગ IED બ્લાસ્ટમાં પણ સામેલ હતો. જેમાં 12 પોલીસ કર્મચારીઓ સહિત 14 લોકોના કરુણ મોત થયા હતા. તે હિઝબુલ મુજાહિદ્દીન અને બાદમાં અલ-બદર આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો. મુનીરા બેગમની પુછપરછ કરતા વધુ એક ખુલાસો થયો હતો. તે જાણકારીના આધારે નજીકના જંગલ વિસ્તારમાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જેમાં એક ક્રિન્કોવ એકે-47 રાઇફલ, ત્રણ મેગેઝિન, 90 રાઉન્ડ અને એક પેન પિસ્તોલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, આ સામાન શફાયાત રેશને પહોંચાડવાનો હતો.

પાકિસ્તાન કનેક્શન : પોલીસે જાણકારી આપી હતી કે, પૂછપરછ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે મુનીરા બે વખત પાકિસ્તાન ગઈ હતી. ઉપરાંત શફાયતે એ પણ કબૂલ્યું હતું કે, આતંકવાદીઓને ફરી એક્ટીવ કરવા માટે તેને 47 લાખ રૂપિયા મળવાના હતા. બાદમાં આ પૈસા તેના હેન્ડલર મુશ્તાક અહ મીરની જરૂરિયાત અને સૂચનાઓ અનુસાર કોઈને આપવાના હતા.

(આઈએએનએસ)

  1. Jammu & Kashmir: શોપિયામાં આતંકવાદી હુમલો, ત્રણ બિન-સ્થાનિક શ્રમિકો પર ગોળીબાર
  2. Jamnagar News : જામનગરમાં NSG કમાન્ડોએ યોજી દિલધડક મોકડ્રિલ, પાંચ આતંકીને કર્યા ઠાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.