ETV Bharat / bharat

International Everest Day: 29 મેના રોજ આ બે જાંબાઝોએ એવરેસ્ટ પર ફતેહ કર્યું હતું

author img

By

Published : May 29, 2021, 9:18 AM IST

11 જાન્યુઆરી 2008માં એડમંડ હિલેરીના નિધન બાદ નેપાળે 29 મે વર્ષ 2008થી આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસના રૂપે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ દિવસે કાઠમાંડુ અને એવરેસ્ટ ક્ષેત્રમાં સ્મારક કાર્યક્રમો, જુલૂસ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

International Everest Day
International Everest Day
  • 29 મે વર્ષ 2008નો દિવસ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ તરીકે ઉજવાય છે
  • એડમંડ હિલેરી અને તેનજિંગ નોર્ગેએ એવરેસ્ટ પર ચઢીને ફતેહ હાંસલ કરી હતી
  • ઉંચાઈની પુનર્ગણના કેમ કરાઈ

હૈદરાબાદ: આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ (International Everest Day) ને દરવર્ષે 29 મેના રોજ ઉજવવામાં આવે છે. નેપાળે તેનજિંગ નોર્ગે (Tenzing Norgay Sherpa) અને ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી (Sir Edmund Hillary) 29 મે 1953ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

29 મે વર્ષ 2008નો દિવસ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ તરીકે ઉજવાય છે

11 જાન્યુઆરી 2008માં એડમંડ હિલેરીના નિધન બાદ નેપાળે 29 મે વર્ષ 2008થી આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસના રૂપે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ દિવસે કાઠમાંડુ અને એવરેસ્ટ ક્ષેત્રમાં સ્મારક કાર્યક્રમો, જુલૂસ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: પ્રખ્યાત પર્વતારોહક બેચેન્દ્રિ પાલના જન્મદિવસ પર વિશેષ વાર્તા

માઉન્ટ એવરેસ્ટની વાસ્તવિક ઉંચાઈ

ચીન અને નેપાળએ સત્તાવાર રીતે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ 8,848 મીટર (29,029 મીટર) જણાવી છે. ચીન અને નેપાળને વર્ષ 2020માં ટોચની સમીક્ષા કર્યા બાદ તેની વર્તમાન ઉંચાઈ હવે 8,848.86 મીટર છે. આ પ્રથમ વખત છે જ્યારે ચીન અને નેપાળ માઉન્ટ એવરેસ્ટની વાસ્તવિક ઉંચાઈને લઈને સહમત થયા છે.

ઉંચાઈની પુનર્ગણના કેમ કરાઈ

નેપાળ સર્વે વિભાગે ક્યારેય માઉન્ટ એવરેસ્ટને માપવાનું વિચાર્યું ન હતું પરંતુ એપ્રિલ 2015 ના વિનાશક ભૂકંપ બાદ વૈજ્ઞાનિકોમાં ચર્ચા થઈ હતી કે, શું આને પર્વતની ઉંચાઇને અસર કરી છે. પાછળથી સરકારે 1954 ના સર્વે ઓફ ઈન્ડિયાના તારણોને બદલે પર્વતની ઉંચાઈને માપવાની જાહેરાત કરી.

માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનો પ્રથમ પ્રયાસ

માઉન્ટ એવરેસ્ટ સમુદ્રથી 29,029 ફુટ ઉપર છે અને આ પૃથ્વીનું સૌથી ઉંચી જગ્યા છે. વર્ષ 1922માં બ્રિટિશરોએ ટોચ પર ચઢવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. આ પછી છ બ્રિટિશ અભિયાનોએ ટોચ પર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ 1952 માં સ્વીડિશ સંચાલિત એવરેસ્ટના વાઇસ ડુનાન્ટ એવરેસ્ટ શિખરની નજીક પહોંચવામાં સફળ થયા પરંતુ ખરાબ હવામાનને કારણે સ્વીડિશ પર્વતારોહીને ટોચથી ફક્ત 250 મીટર દૂરથી પાછા આવવું પડ્યું.

આ પણ વાંચો: એવરેસ્ટ પહોંચ્યો કોરોના વાઇરસ, 100થી વધુ પર્વતારોહી થયા સંક્રમિત

એવરેસ્ટ પર હિલેરી અને તેનજિંગ

1953 માં નવમાં બ્રિટીશ અભિયાન હેઠળ જ્હોન હન્ટની આગેવાનીમાં એડમન્ડ હિલેરી અને તેનઝિંગ એવરેસ્ટ પર ગયા. આ કેમ્પ દક્ષિણમાં ગોઠવવામાં આવ્યો હતો. તેનઝિંગ અને હિલેરી 26 મેના રોજ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું હતું પરંતુ બરફવર્ષા અને જોરદાર પવનને કારણે આ અભિયાન બે દિવસ મોડું થયું હતું. પછી 28 મેના રોજ ચઢાણની શરૂઆત થઈ અને આ દિવસે 8,500 મીટર સુધી ચઢાણ કર્યુ. તે જ સમયે 29 મેની સવારે 11.30 વાગ્યે બન્નેએ એવરેસ્ટના ટોચ પર પહોંચવામાં સફળ થયા હતા. એવરેસ્ટ પર લગભગ બન્નેએ 15 મિનિટ વિતાવી હતી. આ અભિયાનને એડમન્ડ હિલેરી અને જ્હોન હન્ટને બીજા રાણી એલિઝાબેથ દ્વિતિયએ શૂરવીરની ઉપાધી આપી હતી તો બીજી તરફ તેનઝિંગ નોર્ગેને જ્યોર્જ મેડલ અપાયો હતો.

હિલેરી સ્ટેપ

એવરેસ્ટના ચઢાણ દરમિયાન માર્ગનો સૌથી મુશ્કેલ ભાગ 20 ફૂટ (12 મીટર)ની એક ખડક હતો, જેને હવે હિલેરી સ્ટેપ તરીકે ઓળખવામાં આવે છે. તે દક્ષિણ-પૂર્વ રેન્જ પર સ્થિત છે, જે ટોચની કુલ ઉંચાઇના અડધા ભાગ પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.