- સર્વે ભન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા
- મોટી સંખ્યામાં મહિલા સાંસદ હાજર
- મહારાષ્ટ્રમાં FPO બનાવવાનો વિશેષ ઉપયોગ
નવી દિલ્હી : PM નરેંન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરતા સવાલોના જવાબ આપ્યા છે. તેમને જણાવ્યું કે, રાષ્ટ્રપતિનું ભાષણ ભારતના 130 કરોડ ભારતીયોની સંકલ્પ શક્તિ બતાવે છે. સૌથી ખરાબ અને વિપરીત સમયમાં પણ દેશ કેવી રીતે પોતાનો માર્ગ પસંદ કરે છે, માર્ગ નક્કી કરે છે અને માર્ગ પર ચાલીને સફળતા પ્રાપ્ત કરે છે, તેમ રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને ભાર મૂક્યો હતો કે, કેન્દ્ર સરકાર ખેડૂતોનો આદર કરે છે. આ સાથે તેમને સ્વનિર્ભર ભારત, ગૃહમાં મહિલાઓના મહત્વ પર પણ વાત કરી હતી. આ સમય દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે, માંગવા માટે મજબૂર કરવા વાળા વિચારો તે લોકશાહીના વિચાર હોઈ શકે નહીં. જાણો વડાપ્રધાનના સંબોધન વિશે મોટી વાતો…
સર્વે ભન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા
PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, જે સંસ્કારોમાં આપણો ઉછેર થયો છે, તે સર્વે ભન્તુ સુખિન: છે, સર્વે સન્તુ નિરામયા. કોરોના કાળમાં પણ ભારતે આ સાબિત કરીને બતાવ્યું છે.
કૃષિ ક્ષેત્ર પર ચર્ચા
કૃષિ ક્ષેત્રને મુશ્કેલ પડકારોમાંથી બહાર લાવવા માટે આપણે પ્રયત્નો કરવા પડશે. અમે આ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યો છે.
વિપક્ષ પર વાર
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ એક કંફ્યૂઝડ પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી વિભાજિત અને મૂંઝવણમાં છે. ન તો તે પોતાના હિત માટે કામ કરી શકે છે અને ન તો તે દેશના પ્રશ્નોના નિરાકરણનો વિચાર કરી શકે છે. આનાથી વધુ કમનસીબ બીજું શું હોઈ શકે?
મહિલાઓના મહત્વ પર વાત
મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન મોટી સંખ્યામાં મહિલા સાંસદ હાજર હતી. આ એક મહાન સંકેત છે. હું એવા મહિલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું કે, જેમને ગૃહની કાર્યવાહીને તેમના મંતવ્યોથી સમૃદ્ધ બનાવી છે.
દેશની પ્રગતિ માટે અમૂક કાયદા જરૂરી
PM મોદીએ કહ્યું, હું પહેલીવાર આશ્ચર્ય અનુભવું છું કે નવી દલીલ આવી છે કે અમે પૂછ્યું નથી, તો પછી તમે કેમ આપ્યો? દહેજ હોય કે ત્રિપલ તલાક, કોઈએ પણ આ માટે કાયદાની માગ કરી ન હતી, પરંતુ પ્રગતિશીલ સમાજ માટે જરૂરી હોવાને કારણે કાયદો બન્યો હતો.
ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા છે
લોકસભામાં PM મોદીએ કહ્યું હતું કે, ભારતમાં કૃષિએ સમાજની સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે. અપણા તહેવારો અને તહેવારો પાકને રોપવા અને લણણી સાથે સંકળાયેલા છે. આપણો ખેડૂત આત્મનિર્ભર હોવો જોઈએ, તેને પોતાનું ઉત્પાદન વેચવાની સ્વતંત્રતા મળવી જોઈએ, તે દિશામાં કાર્ય કરવાની જરૂર છે.
ખેડૂતોને બનાવી રહી છે તાકાતવાક
પીએમ મોદીએ કહ્યું કે, ખેડૂતો માટે 10,000 FPO બનાવવાનું કામ થયું હતું. નાના ખેડૂતો માટે આ એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં FPO બનાવવાનો વિશેષ ઉપયોગ છે.
આંદોલનકારીઓ અને આંદોલનજીવિયોં વચ્ચે તફાવત
PMએ કહ્યું કે, હું ખેડૂત આંદોલનને પવિત્ર માનું છું. ભારતની લોકશાહીમાં આંદોલનનું મહત્વ છે, પરંતુ આંદોલનકારીઓ પોતાના લાભ માટે પવિત્ર આંદોલનને પ્રદૂષિત કરવા નીકળે ત્યારે શું થાય ?
આ દલીલ વિપક્ષ ઉપર આપવામાં આવી હતી
લોકસભામાં વિપક્ષ પર નિશાન સાધતા PM મોદીએ ભોજપુરીમાં કહ્યું કે, ના ખેલબ ના ખેલન દેબ, ખેલબે બગડે નહીં.
MSPની ખરીદી અંગે
કાયદો લાગુ થયા પછી દેશમાં કોઈ પણ બજાર બંધ રહ્યું ન હતું, ના તો MSP બંધ થયું હતું, આ સત્ય છે. એટલું જ નહીં, આ કાયદો લાગુ થયા પછી MSPની ખરીદીમાં પણ વધારો થયો છે.