કાનપુર: ઉત્તર પ્રદેશના મહાનગર કાનપુરમાંથી (Uttra Pradesh Mega City Kanpur) એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, માન્યમાં ન આવે. કાનપુર પાસે આવેલા બેકનગંજની સંપત્તિને પાકિસ્તાનના એક વ્યક્તિએ વર્ષ 1982માં મુખ્તાર બાબા નામના વ્યક્તિને સંપત્તિ વેચી (Illegally Property Sold) મારી હતી. આ વ્યક્તિની મંદિરના પરિસરમાં સાયકલ રિપેરિંગની એક દુકાન હતી. આબિદ રહમાન વર્ષ 1962માં પાકિસ્તાન ચાલ્યા (Roots from Pakistan) ગયા હતા. જ્યાં એમનો પરિવાર પહેલાથી જ વસવાટ કરતો હતો. તે મુખ્તારબાબાને સંપત્તિ વેચવા માટે કેટલોક સામાન પણ આપી ગયો હતો. પછી તેને કુલ 18 હિન્દુ પરિવારને ખદેડી (Forcefully Evacuated Hindu Families ) મૂક્યા હતા. પછી ત્યાં એક હોટેલ ઊભી કરી નાંખી હતી.
આ પણ વાંચો: બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની : ગોંડલમાં 2 માસની બાળકીને ડામ દીધાં, મામલો આમ આવ્યો બહાર
મંદિર વેચી નાંખ્યું: કાનપુર વહીવટી તંત્રને આ ચોંકાવનારા ખુલ્લાસામાં એક વાત એ પણ જાણવા મળી હતી કે મામલો શંકાશીલ છે. પાકિસ્તાની નાગરિકે રામ જાનકી મંદિર અને અન્ય કેટલીક સંપત્તિઓ વેચી નાંખી છે. આ જાણીને તંત્રના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પ્રોપર્ટી વિભાગની કચેરીએ એક મંદિર અને અન્ય બે સંપત્તિઓને શત્રુ સંપત્તિ રૂપે યાદીમાં મૂકી દીધી છે. આ માટે સંપત્તિ વિરૂદ્ધ કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે લોકોએ મંદિર ખરીદ્યુ હતું, એ મંદિર તોડીને ત્યાં રેસ્ટોરન્ટ બનાવનારને પણ નોટીસ ફટકારવામાં આવી છે.
શું કહે છે અધિકારી: માલમિલકત વિભાગ કચેરીના મુખ્ય અધિકારી પર્યવેક્ષક અને સલાહકાર કર્નલ સંજય સાહાએ કહ્યું હતું કે, અમે એ તમામ લોકોને આવું કરવા બદલ ચોખવટ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. અમે પૂછેલા પાંચ જુદા જુદા જવાબો માટે અમે રાહ જોઈ રહ્યા છીએ. પણ હજુ સુધી એમનો કોઈ જવાબ નથી મળ્યો. કાનપુર નિગમ રેકોર્ડ અનુસાર જ્યારે આ મિલકતની નોંધણી થઈ ત્યારે એક મંદિર રૂપે થયેલી છે. હાલમાં અહીં રેસ્ટોરાં ધમધમે છે. ગત વર્ષે ભૂતિયા સંપત્તિઓની (ખરેખર માલિક બીજો હોય અને એના નામથી કોઈ ધંધો કરતું હોય) યાદી તૈયાર કરવામાં આવી, તો આ અંગે ખાસ તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: RTOમાંથી આ રીતે કર્યું કરોડોનું કોભાંડ, નોકરી દરમિયાન 1.83 કરોડની ઉચાપત
રેકોર્ડ મોકલી દેવાયા: જિલ્લા ક્લેક્ટરે આ અંગેની તપાસ માટેના આદેશ આપ્યા હતા. એ પછી તૈયાર થયેલા રીપોર્ટમાં એ મિકલત સંબંધી રેકોર્ડ કચેરીમાં મોકલી દેવાયા હતા. આ મુદ્દાઓ વચ્ચે બાબાના દીકરા મહમુદ ઉમેરે એવું કહ્યું કે, મારી પાસે એ મિલકત સંબંધી તમામ જરૂરી દસ્તાવેજો છે. ટૂંક જ સમયમાં તંત્રના તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. જોકે, આ કેસમાં હજું સુધી કોઈ અસરકારક પગલાં ન લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.