ETV Bharat / bharat

પ્રધાન કેટીઆરે તેલંગાણાનું 'સ્પેસટેક ફ્રેમવર્ક' કર્યું લોન્ચ - સ્પેસટેક ફ્રેમવર્ક

તેલંગાણાના IT પ્રધાન કેટી રામા રાવે 'સ્પેસટેક ફ્રેમવર્ક' લોન્ચ (Launched SpaceTech Framework In Telangana) કર્યું હતું. સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રાજ્યને ટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લઈ જવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રધાન કેટીઆરે તેલંગાણાનું 'સ્પેસટેક ફ્રેમવર્ક' કર્યું લોન્ચ

author img

By

Published : Apr 22, 2022, 4:21 PM IST

ન્યૂઝ: તેલંગાણા સરકારે સોમવારે 'સ્પેસટેક ફ્રેમવર્ક' લોન્ચ (Launched SpaceTech Framework In Telangana) કર્યું હતું. તેનો ઉદ્દેશ સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગોની ભાગીદારીને ટેકો આપવાનો છે અને રાજ્યને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનો છે.

વર્ચ્યુઅલ-રિયાલિટી સ્પેસ પર યોજાયેલી દેશની પ્રથમ ઇવેન્ટ : આ ઇવેન્ટ મેટાવર્સ પર આયોજિત કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે, તે વર્ચ્યુઅલ-રિયાલિટી સ્પેસ પર યોજાયેલી દેશની પ્રથમ સત્તાવાર ઇવેન્ટ છે. આ કાર્યક્રમમાં નીતિ આયોગના CEO અમિતાભ કાંત, ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ, તેલંગાણાના IT પ્રધાન કેટી રામારાવ અને અન્યોએ હાજરી આપી હતી. મેટાવર્સ એ વર્ચ્યુઅલ-રિયાલિટી સ્પેસ છે જેમાં વપરાશકર્તાઓ કોમ્પ્યુટર-જનરેટેડ વાતાવરણ અને અન્ય વપરાશકર્તાઓ સાથે સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો: સેટેલાઇટ સિસ્ટમ પણ સૂર્યના વધુ પડતા પ્રકાશથી પ્રભાવિત થાય છે

IT પ્રધાન કેટી રામારાવે થયેલી પ્રગતિ વિશે કરી વાત : તેલંગાણાના IT પ્રધાન કેટી રામારાવે આ ફ્રેમવર્ક લોન્ચ કરતી વખતે ઉભરતી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની પહેલો અને તે ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકાર સ્પેસ ટેક્નોલોજીને તેના આગામી ફોકસ ક્ષેત્ર તરીકે જુએ છે. સ્પેસ ટેક્નોલોજી ઉદ્યોગમાં સામેલ અપસ્ટ્રીમ સેગમેન્ટ જેમ કે સેટેલાઇટ અને ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટ જેમ કે એપ્લાઇડ એઆઈ/એનાલિટિક્સ ઝડપથી વૃદ્ધિના તબક્કે છે.

તેલંગાણા નવીનતાને સમર્થન આપશે : પ્રધાને કહ્યું કે, રાષ્ટ્રીય સુધારાઓ સાથે અવકાશ તકનીક ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારીને સમર્થન કરવા વાળું તેલંગાણા નવીનતાને સમર્થન આપશે છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં ઘણી વિદેશી ખાનગી કંપનીઓએ તકનીકી પ્રગતિથી વિશ્વને આશ્ચર્યચકિત કર્યું હતું, પરંતુ તેમાંથી મોટાભાગની કંપનીઓને ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનું સમર્થન હતું.

આ પણ વાંચો: fourth wave in India: ટોચના વૈજ્ઞાનિક કહે, ચોથી કોવિડ વેવ? કોઈ શક્યતા જ નથી

2026માં US ડોલર 558 બિલિયન થવાની ધારણા : પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારતીયોએ વિકસાવેલી ટેક્નોલોજીને દેશમાં બનાવીને પછી વૈશ્વિક સ્તરે તેની નિકાસ કરવામાં આવે. હવે સમય આવી ગયો છે કે, આપણે અવકાશ ઉદ્યોગના મોટા ભાગને કબજે કરીએ, જે 2026 સુધીમાં વધીને US ડોલર 558 બિલિયન થવાની ધારણા છે. તેમણે કહ્યું કે, હૈદરાબાદ હાલની એરોસ્પેસ અને ડિફેન્સ ઇકોસિસ્ટમ અને તેની વૈશ્વિક પુરવઠા શૃંખલા સાથેના તાલમેલને કારણે અવકાશ-સંબંધિત પ્રવૃત્તિઓનું હબ બનવા માટે પહેલેથી જ યોગ્ય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.