ETV Bharat / bharat

તેલંગાણા પોલીસે બીજેપી ધારાસભ્ય રાજા સિંહની ફરી અટકાયત કરી - MLA Raja Singh arrested

ભાજપના સસ્પેન્ડેડ નેતા ટી રાજા સિંહને તેલંગાણા પોલીસે ફરી કસ્ટડીમાં લીધા છે. આ પહેલા ધારાસભ્ય રાજા સિંહની મંગળવારે પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે જ દિવસે તેને જામીન મળી ગયા હતા. Telangana Police arrested BJP MLA Raja Singh, MLA Raja Singh arrested,

ધારાસભ્ય રાજા સિંહની ફરી અટકાયત
ધારાસભ્ય રાજા સિંહની ફરી અટકાયત
author img

By

Published : Aug 25, 2022, 4:29 PM IST

Updated : Aug 25, 2022, 4:44 PM IST

તેલંગાણા ભાજપના સસ્પેન્ડેડ નેતા ટી રાજા સિંહને તેલંગાણા પોલીસે ફરી કસ્ટડીમાં લીધા છે ( Telangana Police arrested BJP MLA Raja Singh). એવું કહેવામાં આવ્યું છે કે તેલંગાણા પોલીસે રાજા સિંહને તેમના વિરુદ્ધ નોંધાયેલા જૂના કેસમાં હૈદરાબાદમાં ધારાસભ્યને ઘરેથી અટકાયત કરવામાં આવી છે. 23 ઓગસ્ટના રોજ, ધારાસભ્ય રાજા સિંહના પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા (MLA Raja Singh arrested for remarks against Mohammad Paigambar). આ પછી પોલીસે મંગળવારે તેની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

  • #WATCH | Telangana police arrests suspended BJP leader T Raja Singh from his residence in Hyderabad for his alleged remarks against Prophet Muhammad.

    Massive protests had taken place on August 23, against the leader for his alleged statement. pic.twitter.com/PzwxHWHcY8

    — ANI (@ANI) August 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહને જામીન આપવાના વિરોધમાં હૈદરાબાદમાં હિંસક વિરોધ

તેલંગાણા પોલીસે કરી અટકાયત ધરપકડના કલાકો બાદ રાજા સિંહને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે રાજા સિંહના વકીલની દલીલને સ્વીકારી હતી કે પોલીસે કેસમાં તેમની ધરપકડ કરતા પહેલા ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની કલમ41 હેઠળ તેમના અસીલને નોટિસ જારી કરી ન હતી. રાજાના વકીલે બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું નથી, જેના હેઠળ સાત વર્ષથી ઓછી સજા ધરાવતા કેસોમાં ધરપકડ પહેલા નોટિસ આપવી જોઈએ. ભાજપે પણ રાજા સિંહની ટિપ્પણીને લઈને વધતા વિવાદ વચ્ચે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પણ વાંચો UP Election 2022 : ચૂંટણી પંચે બીજેપી ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ FIRનો આપ્યો નિર્દેશ

અન્ય ધર્મ વિશે આવું બોલ્યો ભાજપના ધારાસભ્યએ સોમવારે સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની ટીકા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તે કેટલીક ટીપ્પણી કરતો જોવા મળી રહ્યો છે, જે ઈસ્લામ વિરુદ્ધ લાગે છે. ફારૂકીએ તાજેતરમાં શહેરમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન' (AIMIM) એ દાવો કર્યો હતો કે સિંહે કથિત રીતે પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ઓવૈસીની રજૂઆત પત્રકારો સાથે વાત કરતા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, મુસ્લિમોને હંમેશા ભાવનાત્મક અને માનસિક ત્રાસનો સામનો કરવો પડે તે સુનિશ્ચિત કરવાની ભાજપની સત્તાવાર નીતિ છે, આ માટે તે તેના સભ્યોને આવી ભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. જેને આપણે શેરી ભાષા કહીએ છીએ. ભાજપ દ્વારા આ જાણી જોઈને કરવામાં આવેલો પ્રયાસ છે અને તેઓએ તેમના ધારાસભ્યને આ ભાષામાં બોલવા દીધા હતા.

Last Updated : Aug 25, 2022, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.