- જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
- આ એન્કાઉન્ટરમાં 4 જવાનો શહિદ થયા
- તેલંગાણા સરકારે શહીદ જવાનના રિયાદા મહેશના પરિવારને 50 લાખની સહાયની કરી જાહેરાત
હૈદરાબાદઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માચીલ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક રવિવારના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ એન્કાઉન્ટરમાં 4 જવાનો શહિદ થયા હતા. જેમા તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના વેલપુર મંડલના કોમનપલ્લી ગામનો વતની રિયાદા મહેશ (26) પણ શહિદ થયા હતા. ત્યારે તેલંગણા સરકારે જવાનના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
કુટુંબના સભ્યને સરકારી નોકરી
આ સાથે મુખ્ય પ્રધાન કે.કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, કુટુંબના સભ્યને યોગ્યતાના આધારે સરકારી નોકરી આપવામાં આવશે. સાથે મહેશના પરિવારને મકાન પણ ફાળવવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું, મહેશને દેશ માટે પોતાનો જીવનું બલિદાન આપવા માટે ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામા આવશે. એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર તેમના પરિવાર સાથે ઉભી છે.
શહીદ જવાન કિસાનનો પુત્ર હતા અને 5 વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયા હતા અને 1 વર્ષ પહેલા આર્મી ઓફિસરની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.