- તેલંગાણામાં લોકડાઉન પૂર્ણ
- મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય
હૈદરાબાદ(તેલંગણા) : તેલંગણાના મંત્રીમંડળની શનિવારે બેઠક યોજાઇ હતી જેમાં કોવિડની લોકડાઉન અને ચોમાસાની ખેતી પરની અસર સહિતના મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાને અંતે સર્વાનુમતિએ તેલંગાણામાંથી લોકડાઉન પૂર્ણ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લોકડાઉનમાં વધારાની છૂટછાટ મળી શકવાની સંભાવના
આજની બેઠકમાં લોકડાઉન, વરસાદ, ચોમાસાની ખેતી, કૃષિ, જળવિદ્યુત ઉત્પાદન અને અન્ય મુદ્દાઓ અંગે રાજ્યમાં ચર્ચા કરવામાં આવી.