હૈદરાબાદ : ભારતનું સૌથી યુવા રાજ્ય ગણાતાં તેલંગાણામાં ગુરુવારે એટલે કે આજે મતદાન યોજાઈ રહ્યું છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવતાં રાજકીય પક્ષોએ પ્રચારકાર્યમાં જોશભેર મતદારો સુધી પહોંચવા પ્રયત્નો કરી લીધાં છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને શાસક પક્ષ બીઆરએસના સર્વેસર્વા કે ચંદ્રશેખર રાવ સહિતના ટોચના રાષ્ટ્રીય નેતાઓએ શ્રેણીબદ્ધ ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. ગુરુવારે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વિધાનસભામાં 119 બેઠક પર મતદાન યોજાશે. સત્તાધારી બીઆરએસનો હેતુ કોંગ્રેસ અને ભાજપ પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહેલી ત્રિકોણીય ચૂંટણી સ્પર્ધામાં સત્તામાં રહેવાનો છે.
-
#WATCH | Telangana: Preparation, mock poll underway as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals from the Siddipet Assembly constituency) pic.twitter.com/D3zZE1GYiE
">#WATCH | Telangana: Preparation, mock poll underway as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023
(Visuals from the Siddipet Assembly constituency) pic.twitter.com/D3zZE1GYiE#WATCH | Telangana: Preparation, mock poll underway as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023
(Visuals from the Siddipet Assembly constituency) pic.twitter.com/D3zZE1GYiE
મતદાન મથક અને સમય : 3.26 કરોડ મતદારો સાથે રાજ્યભરમાં 35,655 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું કે, 106 મતવિસ્તારોમાં સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી અને ડાબેરી ઉગ્રવાદ (LWE)થી પ્રભાવિત 13 વિસ્તારોમાં સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. આગામી ચૂંટણી માટે 2,290 સ્પર્ધકો મેદાનમાં છે. જેમાં મુખ્યમંત્રી કેસીઆર, તેમના મંત્રી-પુત્ર કે ટી રામારાવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડી અને ભાજપના લોકસભા સભ્યો બંડી સંજય કુમાર અને ડી અરવિંદનો સમાવેશ થાય છે.
-
#WATCH | Telangana: Preparation underway, mock poll as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals from the Kamareddy Assembly Constituency) pic.twitter.com/K5K0WcAjSb
">#WATCH | Telangana: Preparation underway, mock poll as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023
(Visuals from the Kamareddy Assembly Constituency) pic.twitter.com/K5K0WcAjSb#WATCH | Telangana: Preparation underway, mock poll as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023
(Visuals from the Kamareddy Assembly Constituency) pic.twitter.com/K5K0WcAjSb
મતદાન માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ : તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થઈ ગયો હોવાથી ચૂંટણી પંચે મતદાન માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણીમાં પ્રલોભનોને ડામવા માટે રાજ્યમાં દરેક જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. રોકડ, દારૂ, દાગીના અને અન્ય સામગ્રીની દાણચોરી જપ્ત કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અરજી કરે તો ઘરે બેસીને મતદાન કરી શકે છે. એક અંદાજ મુજબ ચૂંટણીના આયોજન પાછળ 150 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ચૂંટણી પંચની તૈયારીઓ : ચૂંટણી પંચ દ્વારા 9 ઓક્ટોબરના રોજ મતદાન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. 2.5 લાખથી વધુ સ્ટાફ મતદાનની ફરજોમાં રોકાયેલ છે અને મત ગણતરી 3 ડિસેમ્બરે થવાની છે. રોકડ, દારૂ, દાગીના અને અન્ય સામગ્રીની દાણચોરી વગેરે પર સખત કાર્યવાહી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અરજી કરે તો ઘરે બેસીને મતદાન કરી શકે છે. એક અંદાજ મુજબ ચૂંટણી પ્રક્રિયાને લઇ 150 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
મુખ્ય ઉમેદવારો : સત્તાધારી બીઆરએસે તમામ 119 મતવિસ્તારોમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગઠબંધન બેઠક વહેંચણીની ગોઠવણ મુજબ અભિનેતા પવન કલ્યાણની આગેવાની હેઠળ ભાજપ અને જનસેના અનુક્રમે 111 અને 8 બેઠકો પર સ્પર્ધા કરી રહી છે. કોંગ્રેસે તેના સહયોગી સીપીઆઈને એક બેઠક ફાળવી છે અને બાકીની 118 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ભાજપ દક્ષિણના રાજ્યમાં પ્રથમ વખત સત્તા મેળવવા માટે જોરશોરથી પ્રચાર કર્યો છે. મુખ્યપ્રધાન કેસીઆર બે વિભાગોમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ગજવેલ અને કામરેડ્ડી, આઉટગોઇંગ વિધાનસભામાં ગજવેલનું પ્રતિનિધિત્વ કરે છે.
મહત્વના મુકાબલા : અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વમાં AIMIM એ શહેરની અંદર નવ બેઠકમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીઆરએસનો ધ્યેય 2014 થી તેની જીતનો સિલસિલો ચાલુ રાખવાનો છે, જ્યારે કોંગ્રેસ 2018 માં હારનો સામનો કર્યા પછી અને અગાઉ જ્યારે અગાઉની યુપીએ સરકારે તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપ્યો હતો ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા માટે કટિબદ્ધ છે. કામરેડ્ડી અને ગજવેલમાં રોમાંચક સ્પર્ધાઓ ચાલી રહી છે. કોંગ્રેસે કામરેડ્ડીમાં મુખ્યમંત્રીને પડકારવા માટે તેના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને નામાંકિત કર્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર વેંકટા રમના રેડ્ડી પ્રચંડ પ્રતિસ્પર્ધી છે. ગજવેલમાં ભાજપના ચૂંટણી પ્રચાર અધ્યક્ષ એટાલા રાજેન્દ્ર સીએમ રાવને પડકાર ફેંકી રહ્યા છે. રેવન્ત રેડ્ડી લોકસભાના સભ્ય છે તેઓ કોડંગલથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જેનું તેમણે અગાઉ પ્રતિનિધિત્વ કર્યું હતું. ભાજપના રાજેન્દ્ર હુઝુરાબાદથી ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે.
પીએમ મોદીનો મેગા રોડ શો : પાવરપેક્ડ ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ રાજ્યમાં કામરેડ્ડી, નિર્મલ, મહેશ્વરમ અને કરીમનગર સહિત સતત ત્રણ દિવસ સુધી રેલીઓને સંબોધિત કરી અને રાજ્યની રાજધાનીમાં એક મેગા રોડ શોમાં ભાગ લીધો હતો. તેમણે 'ભાજપની બીસી આત્મા ગૌરવ સભા' અને માડીગા આરક્ષણ પોરાટા સમિતિ દ્વારા આયોજિત જાહેર સભામાં હાજરી આપી હતી.
ભાજપના પ્રચાર મુદ્દા : પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ પાર્ટીના પ્રચારમાં ભાગ લીધો હતો. ભાજપે સીએમ તરીકે પછાત જાતિના નેતાની નિમણૂક કરવા, મદિગાઓને સશક્તિકરણ કરવા અને અયોધ્યામાં ભગવાન રામ મંદિરની મફત મુલાકાતની વ્યવસ્થા કરવાના તેના વચન પર ભાર મૂક્યો હતો. ઝુંબેશમાં " ડબલ એન્જિન સરકાર "ની જરૂરિયાતને પ્રકાશિત કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા " પારિવારિક શાસન " ની ટીકા કરવામાં આવી હતી.
-
#WATCH | Telangana: Preparation underway as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals from booth number 226, KVK Primary School, Bagh Lingampally, Hyderabad) pic.twitter.com/XCXY9TCkRY
">#WATCH | Telangana: Preparation underway as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023
(Visuals from booth number 226, KVK Primary School, Bagh Lingampally, Hyderabad) pic.twitter.com/XCXY9TCkRY#WATCH | Telangana: Preparation underway as voting for #TelanganaElections2023 will begin at 7 am today.
— ANI (@ANI) November 30, 2023
(Visuals from booth number 226, KVK Primary School, Bagh Lingampally, Hyderabad) pic.twitter.com/XCXY9TCkRY
બીઆરએસ અને કોંગ્રેસનો પ્રચાર જંગ : કેસીઆર બીઆરએસે ઝુંબેશ દરમિયાન 96 જાહેર સભાઓ યોજી હતી, જેમાં કાર્યકારી પ્રમુખ કે ટી રામા રાવ વ્યાપકપણે પ્રચાર કરી રહ્યાં હતાં. કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રેવંત રેડ્ડી જેવા નેતાઓની આગેવાની હેઠળ વિસ્તૃત પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. છ મતદાન ગેરંટી સાથે બીઆરએસ સરકારમાં કથિત ભ્રષ્ટાચાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. કાલેશ્વરમ સિંચાઈ પ્રોજેક્ટમાં બેરેજ ડૂબી જવા અંગે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીનો પ્રતિકૂળ અહેવાલ બીઆરએસ સરકાર માટે મુસીબતરુપ બન્યો હતો. આ રિપોર્ટે સરકારને ભીંસમાં લેવા માટેનો મુદ્દો પૂરો પાડ્યો હતો.