- તાજેતરમાં તેજપ્રતાપે પણ કોરોના રસી લીધી છે
- તેજપ્રતાપ અને તેજસ્વીએ સ્પુતનિક રસી મૂકાવી હતી
- તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે
પટણા: બિહારના પૂર્વ આરોગ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજપ્રતાપ યાદવ(Tejpratap Yadav)ની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડી ગઈ હતી. આ પછી તબીબોને તાકીદે તેજપ્રતાપના ઘરે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. તેજ પ્રતાપની સારવાર કરનાર ડો.એસ.કે.સિન્હા(Dr. SK Sinh) એ કહ્યું કે, તેમના શરીરમાં હળવો દુખાવો છે. થોડા દિવસો પહેલા તેણે કોરોનાની રસી (Covid Vaccine) લીધી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી ન હતી.
આ પણ વાંચોઃ મને નાદાન સમજનારા પોતે જ નાદાન છે: તેજપ્રતાપ યાદવ
તેજસ્વી યાદવ પણ તેજપ્રતાપના ઘરે પહોંચ્યા
મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ(Tejpratap Yadav)ની તબિયત લથડવાના સમાચાર સાંભળ્યા બાદ તેજસ્વી યાદવ પણ ઉતાવળમાં તેજ પ્રતાપના ઘરે પહોંચ્યા હતા. ડોકટરોની ટીમ પણ તેની સારવારમાં લાગી છે. તેજપ્રતાપ(Tejpratap Yadav) સાથે લાંબો સમય ગાળ્યા બાદ તેજસ્વી યાદવ ફરીથી ત્યાંથી રવાના થઇ ગયા હતા.
આ પણ વાંચોઃ
તેજ પ્રતાપે તાજેતરમાં લીધી હતી કોરોનાની રસી
ડોકટરોના જણાવ્યા અનુસાર, તેજપ્રતાપ(Tejpratap Yadav)ના શરીરમાં હળવો દુખાવો છે. શ્વાસની તકલીફ જેવી કોઈ વસ્તુ નથી. તાજેતરમાં તેજપ્રતાપે (Tejpratap Yadav)પણ કોરોના રસી લીધી છે. તેજપ્રતાપ(Tejpratap Yadav) અને તેજસ્વીએ સ્પુતનિક રસી મૂકાવી હતી. જો કોઇ ઇમરજન્સી હોય, તો તેમને હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે.