ETV Bharat / bharat

તિસ્તા સેતલવાડે જામીન અરજી પર વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

2002ના ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે દસ્તાવેજોમાં કથિત ચેડા કરવાના કેસમાં એક્ટિવીસ્ટ તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ તેમણે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. હાલ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી માટે વધુ એક અરજી કરી છે. Teesta Setalvad Case, Teesta Bail application, Supreme Court Hearing

તિસ્તા સેતલવાડે જામીન અરજી પર વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
તિસ્તા સેતલવાડે જામીન અરજી પર વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
author img

By

Published : Aug 17, 2022, 3:24 PM IST

નવી દિલ્હી સોશિયલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડે (Teesta Setalvad Case) 2002ના ગુજરાત રમખાણોના કેસમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓને ફસાવવા માટે દસ્તાવેજોમાં કથિત ચેડા કરવાના કેસમાં જામીન (Teesta Bail application) માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ મંગળવારે (Supreme Court Hearing) આ મામલો રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Hearing in Sessions Court : તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારના નિયમિત જામીન અરજીની દલીલો પૂર્ણ, ચૂકાદા વિશે જાણો

ઝડપથી સુનાવણીની માંગ : આ મહિનાના શરૂઆતમાં, ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી (Bail application in Gujarat High Court) પર SITનો જવાબ માંગ્યો હતો અને 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં, તેણે પોતાની જામીન અરજી પર ઝડપથી સુનાવણીની માંગ કરતા કહ્યું કે, સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં કહ્યું હતું કે, જામીનની બાબતોની ઝડપથી સુનાવણી થવી જોઈએ અને છતાં હાઈકોર્ટે દોઢ મહિના બાદની તારીખ આપી છે. જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચ 22 ઓગસ્ટે સુનાવણી કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.