મહારાષ્ટ્ર: એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી કે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ગામમાં એક કિશોરી પર આઠ લોકોએ કથિત રીતે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી (Eight arrested for gang rape of teenage girl) છે. આ ઘટના શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે બની હતી અને આરોપીઓએ પહેલા તેમના દરિયા કિનારે આવેલા ગામમાં એક ખાલી બંગલામાં બાળકી પર દુષ્કર્મ કર્યો હતો અને પછી તેને બીચ પર લઈ ગયા હતા, જ્યાં તેઓએ ફરીથી તેની સાથે દુષ્કર્મ કર્યો (MH Teenage girl gang raped in Maha village) હતો.
પીડિતાએ શું કહ્યું: પાલઘર જિલ્લા (Maharashtra gangraped case) ગ્રામીણ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ સાતપતિ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાની ઉંમર 16 વર્ષની આસપાસ છે. પ્રવક્તાએ કહ્યું, 'શનિવારે નોંધાવેલી તેની ફરિયાદમાં, પીડિતાએ કહ્યું કે, આરોપીએ 16 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી એક પછી એક ઘણી વખત તેની સાથે દુષ્કર્મ કર્યો.
પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ: આ દરમિયાન આરોપી તેને માહિમ ગામમાં એક ખાલી બંગલામાં લઈ ગયો, જ્યાં બધાએ તેની સાથે દુષ્કર્મ કર્યો. ત્યાર બાદમાં તેઓ તેણીને બીચ પર લઈ ગયા, જ્યાં તેઓએ ઝાડીઓમાં ફરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યો. પીડિતાની ફરિયાદના આધારે, પોલીસે રવિવારે સવારે આઠ આરોપીઓની ધરપકડ (Eight arrested for gang rape of teenage girl) કરી અને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો અને જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા (પોક્સો એક્ટ) ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.