- ઉજ્જૈનમાં અધિકારીઓની ટીમ પર ખેડા ગામના લોકોનો હુમલો
- અધિકારીઓ ગામના લોકોને વેક્સિનેશન અંગે જાગૃત કરવા ગયા હતા
- ગામના લોકોએ કંઈ પણ સાંભળ્યા વગર ટીમ પર હુમલો કર્યો
ઉજ્જૈનઃ જિલ્લાના માલી ખેડા ગામમાં સોમવારે તહસીલદાર, એએનએમ, પટવારી આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને ગામના લોકોને વેક્સિનેશન અંગે જાગૃત કરવા ગયા હતા. જોકે, તે દરમિયાન ગામના લોકોએ આ ટીમ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જાણવા મળ્યું હતું કે, ગામના લોકો પાસે તલવાર અને લાઠીઓ હતી. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝથી ટીમનો જીવ બચી ગયો હતો. આ મામલાની ફરિયાદ અંગે પોલીસે આરોપીઓની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો- તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં વેક્સિનેશન પુનઃ શરૂ કરાયું
વેક્સિનેશનને લઈને ગામના લોકોએ કર્યો હુમલો
થાના વિસ્તારમાં આવતા ગામ માલી ખેડીની પારદી શેરીમાં વેક્સિનેશન માટે ગામના લોકોને સમજાવવા તહસીલદાર, અનુજૈન, સહાયક સચિવના પતિ શકીલ, એએનએમ, પટવારી અને અન્ય અધિકારી પહોંચ્યા હતા. ટીમમાં કુલ 7થી 8 લોકો હતા. જેવી આ ટીમ ગામમાં પહોંચી તો અહીંના 200થી 300 પારદી સમુદાયના લોકોએ ટીમ પર તલવાર અને લાઠીથી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, ડ્રાઈવરના કારણે તમામ લોકોનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો- ભાવનગરની 70 ટકા વસ્તીને વેક્સિન અપાઈ ગઈ અને 30 ટકાને વેક્સિન લેવા અપીલ કરાઇ
વેક્સિનેશનના પ્રશ્નો પર ભડક્યા DM, કોઈ નહીં મરે, હું જવાબદારી લઉં છું
સહાયક સચિવના પતિ શકીલે જણાવ્યું હતું કે, કોઈ પણ વેક્સિન મુકાવવા તૈયાર નથી. તો તહસીલદાર મેડમની સાથે અમે પણ સમજાવવા ગયા હતા. તે દરમિયાન ગામના હેમાની બાઈ, ઉસ્માની, ચંદુલાલ અને અન્ય લોકોએ ત્યાં ભીડ એકઠી કરી લીધી હતી અને અમારી ઉપર હુમલો કર્યો હતો. ભીડે મારી પર લાઠીથી હુમલો કર્યો હતો. તો બીજી તરફ ગામના લોકોનું કહેવું છે કે, જે વ્યક્તિએ હુમલો કર્યો હતો. તે બીજા ગામનો હતો. અમારા ગામના એક પણ વ્યક્તિએ હુમલો નથી કર્યો. ગામના લોકોનું કહેવું છે કે, વેક્સિન લગાવવાથી લોકો મરી રહ્યા છે. અમે તો સુરક્ષિત છીએ, પરંતુ જેને કોરોના છે તેઓ વેક્સિન લે.