- કટિહારમાં ચાલી રહી છે અનોખી શાળા
- પૂરના કારણે શિક્ષકો ભણાવી રહ્યા છે બાળકોને હોડીમાં
- ગંગાનું પાણા સમગ્ર વિસ્તરામાં
કટિહાર : જિલ્લાના મનિહારી અનુમંડલના કેટલાય વિસ્તારમાં પૂરના કારણે ગંગા નદીનું પાણી ભરાઈ ગયું છે. હાલમાં સર્વત્ર જગ્યાએ પાણી જ પાણી છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓના શિક્ષણમાં કોઈ બાધા ન આવે તે માટે ત્રણ યવુક કુંદન, પંકજ અને રવિન્દ્ર બાળકોને ભણાવી રહ્યા છે. તેઓ મનિહારીમાં મારાલેન્ડ બસ્તીમાં ગંગામા નાવડીમાં ક્લાસ શરૂ કર્યો છે.
આ શિક્ષકોનું લક્ષ્ય છે કે, પૂરના કારણે બાળકોનું શિક્ષણ બંધ ન થાય તે માટે તેઓ ગંગામાં હોડી પર બાળકોને શિક્ષા આપી રહ્યા છે. કટિહારના મનિહારી વિસ્તારના મારાલેંન્ડમાં પૂરના કારણે ગંગા નદીના પાણી ઘરોમા ઘૂસી ગયા છે જેના કારણે બધુ નષ્ટ થઈ ગયું છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ ગર્ભવતી મહિલા પોલીસકર્મીની તેના પરિવાર સામે જ હત્યા કરી
નિચાણવાળા આ વિસ્તારમાં ઉભો પાક નિષ્ફળ ગયો છે. લોકોના ઘરોમાં કમર સુધીના પાણી છે. શાળાઓમાં પણ પાણી ભરાયા છે જેના કારણે શાળામાં શિક્ષણ મુશ્કેલ છે જેના કારણે બાળકો ભણી નથી શકતા. શિક્ષકોનું કહેવું છે કે રસ્તાઓ કોરા છે પણ ત્યા લોકોએ પોતાની ઝુપડીઓ બનાવી દીધી છે. પહેલા ઓછા બાળકો આવતા હતા, પણ હવે 20-30 બાળકો આવે છે ભણવા જગ્યાની કમી છે, જેના કારણે સ્કૂલ ચલાવી મુશ્કેલ છે, પણ બાળકોના ભણતરમાં કોઈ બ્રેક ન લાગે તે માટે ગામના ત્રણ શિક્ષક કુન્દંન, પંકજ, રવિન્દ્ર હોડીમાં શિક્ષણ આપી રહ્યા છે, એ પણ નિ:શુલ્ક
આ પણ વાંચો : NRFના નેતા અહમદ મસુદે તાલિબાનીઓને શાંતિ રાખવા અપીલ કરી
મનિહારી ચારેય તરફથી ડૂબેલુ છે. અહીંયા હોડી દરેક ઘરમાં છે. અમને ભણાવવા માટે કોઈ જગ્યા નહોતી મળતી તો અમે હોડીમાં ભણાવવા લાગ્યા. જ્યા સુધી પાણી ઓસરસે નહીં ત્યા સુધી અમે હોડીમાં જ ભણાવીશું : કુંદન કુમાર શિક્ષક
આ પૂર ક્ષતિગ્રસ્ત ક્ષેત્ર છે. 6 મહિના અહીંયા પાણી ભરાયેલા રહે છે અને મહિના અંહીયા કોરૂ રહે છે જેના કારણે અમારા ગામનો હોડી સાથે ખાસ સંબધ છે. હોડી જ અમારો એક માત્ર વિક્લ્પ છે. અહીંયા બાળકો પાણીથી ડરતા નથી ,લોકોને તેની આદત થઈ ગઈ છે : પંકજ કુમાર સાહ, શિક્ષક