ETV Bharat / bharat

IPL 2023 Qualifier 1 : ગુજરાત સામે ચેન્નાઈ સુપર કિંગ્સ બન્યું, ચેન્નાઈનો ફાઈનલમાં પ્રવેશ

author img

By

Published : May 23, 2023, 7:10 PM IST

Updated : May 23, 2023, 11:52 PM IST

IPL 2023 Qualifier 1 ની પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ CSK vs GT વચ્ચે રમાઈ હતી. IPL 2023 Playoffs 1 ચેન્નાઈ સામે ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 172 રન બનાવ્યા છે. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 157 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ગુજરાત ટાઈટન્સ 15 રનથી હારી ગયું હતું. આજની જીતને પગલે ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાઈનલમાં પ્રવેશ થઈ ગયો છે.

Etv Bharat
Etv Bharat

ચેન્નાઈ: CSK vs GT વર્તમાન IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ આજે IPL 2023 ની ક્વોલિફાયર 1 મેચમાં 4 વખતની IPL ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં ઉતરી હતી. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 172 રનનો કુલ સ્કોર બનાવ્યો છે. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન જીત માટેના 173 રન ચેઝ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 157 રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું હતું. આમ ચેન્નાઈ 15 રનથી જીતીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

CSKની બેટિંગઃ રૂતુરાજ ગાયકવાડ 44 બોલમાં 7 ચોક્કા ને 1 સિક્સ મારીને 60 રન બનાવ્યા હતા. શિવમ દૂબે 3 બોલમાં 1 રન બનાવીને નૂર અહેમદની બોલીંગમાં બોલ્ડ થયા હતા. દેવોન કોનવે 34 બોલમાં 4 ચોક્કા ફટકારીને 40 રન બનાવ્યા હતા. અંજિકેય રહાણે 10 બોલમાં 1 સિક્સ ફટકારીને 17 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ 9 બોલમાં 1 ચોક્કો ને 1 સિક્સ મારીને 17 રન બનાવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોની(કેપ્ટન અને વિકેટ કિપર) 2 બોલમાં 1 રન બનાવ્યો હતો. રવિન્દ્ર જાડેજા 16 બોલમાં 2 ચોક્કા મારીને 22 રન બનાવ્યા હતા. મોઈન અલી 4 બોલમાં 9 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. ટીમને 5 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા.

GTની બોલીંગઃ મોહંમદ સામી 4 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ ઝડપી હતી. દર્શન નલકાંડે 4 ઓવરમાં 44 રન આપી 1 વિકેટ લીધી હતી. રાશિદ ખાન 4 ઓવરમાં 37 રન આપી 1 વિકેટ લીધી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ લીધી હતી અને મોહિત શર્મા 4 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા(વિકેટ કિપર) 11 બોલમાં 2 ચોક્કા મારીને 12 રન કર્યા હતા. સુબમન ગિલ 38 બોલમાં 4 ચોક્કા ને 1 સિક્સ ફટકારીને 42 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા(કેપ્ટન) 7 બોલમાં 1 ચોક્કો મારી ને 8 રન બનાવ્યા હતા. દાસુન શાનાકા 16 બોલમાં 1 ચોક્કો ને 1 સિક્સ મારીને 17 રન કર્યા હતા. ડેવિલ મિલર 6 બોલમાં 4 રન કર્યા હતા. વિજય શંકર 10 બોલમાં 1 સિક્સ મારીને 14 રન બનાવ્યા હતા. રાહુલ તિવેટિયા 5 બોલમાં 3 રન કર્યા હતા. દર્શન નાલકાંડે 1 બોલમાં શૂન્ય રને રનઆઉટ થયો હતો. રાશિદખાન 16 બોલમાં 3 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 30 રન બનાવ્યા હતા. નૂર અહેમદ 5 બોલમાં 7 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા અને મહંમદ શામી 5 બોલમાં 5 રન બનાવીને આઉટ થયા હતા. ટીમને 15 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 157 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું.

ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગઃ દીપક ચાહર 4 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડે 4 ઓવરમાં 43 રન આપી 1 વિકેટ લીધી હતી. મહીશ થીકશાના 4 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજા 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી. મથીશા પથીરાના 4 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

Qualifier 2ની મેચઃ IPL 2023 Qualifier 2 આવતીકાલે એટલે કે 24 મે, 2023ને બુધવારે કવોલીફાયર 2 મેચ (IPL 2023 Playoffs 2) લખનઉ સુપર જાયન્ટ્સ LSG અને મુંબઈ ઈન્ડિયન્સ MI વચ્ચે સાંજે 7.30 વાગ્યે ચેન્નાઈના એમએ ચિંદમબરમ સ્ટેડિયમમાં રમાશે. (LSG vs MI)

CSKને તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં હરાવવું આસાન નથી: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ માટે એમએસ ધોનીની આગેવાની હેઠળના ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના ઘરે હરાવવું આસાન નહીં હોય. આંકડા દર્શાવે છે કે, કોઈપણ ટીમ માટે CSKને તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં હરાવવું આસાન નથી, આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ પર પણ CSKના કિલ્લાને ભેદવું પડકારરૂપ હશે. ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં ચેપોક સ્ટેડિયમમાં એકપણ મેચ રમી નથી.

શુભમન ગિલ પર સૌની નજર: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી મોટો પડકાર ગુજરાત ટાઇટન્સનો સ્ટાર ઓપનર શુભમન ગિલ હશે, જે આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે. આખી સિઝનમાં તેના બેટમાંથી ઘણા બધા રન નીકળ્યા છે અને તે અત્યાર સુધીના સૌથી વધુ રન બનાવનાર બીજા નંબર પર છે. ઓરેન્જ કેપ ધારક બેટ્સમેન બનવા માટે તે ડુપ્લેસીસ કરતાં માત્ર 50 રન પાછળ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી બે મેચમાં સતત 2 સદી ફટકાર્યા બાદ ગિલનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે, રવિવારે ગીલની શાનદાર સદીની ઇનિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે RCBને હરાવી તેનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તોડી નાખ્યું હતું.

આ મેચમાં સ્પિનરોની મોટી ભૂમિકા હશે: કુશળ વ્યૂહરચનાકાર ગણાતા કેપ્ટન કૂલને ગિલને આઉટ કરવા માટે ખાસ રણનીતિ બનાવવી પડશે. ચેપોકની ધીમી પીચ પર સ્પિનરોની પણ મોટી ભૂમિકા હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને તિક્ષાના રૂપમાં સારા સ્પિનરો છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પાસે રાશિદ ખાન અને નૂર અહેમદ છે, જેમણે આ સિઝનમાં અત્યાર સુધી સારી બોલિંગ કરી છે.

મોહમ્મદ શમી અને દીપક ચહરની ટક્કર: પ્રારંભિક ઓવરોમાં, CSKએ ગુજરાત ટાઇટન્સના ઝડપી બોલર મોહમ્મદ શમીનો સામનો કરવો પડશે. કારણ કે શમીએ દરેક મેચમાં શરૂઆતની ઓવરોમાં વિકેટ લઈને તેની ટીમને સારી શરૂઆત અપાવી છે. જોકે, CSK ફાસ્ટ બોલર દીપક ચહર પણ પોતાની ટીમ માટે શમી જેવું જ કામ કરે છે.

GTના બોલર અને CSKના બેટ્સમેનની ટક્કર: ગુજરાત ટાઇટન્સ માટે પથિરાના અને સ્પિનર ​​મહેશ તિક્ષ્ણાનો સામનો કરવો એક પડકાર હશે, જે બંનેએ અત્યાર સુધી યોગ્ય ઇકોનોમી રેટ પર બોલિંગ કરી છે અને વિકેટ પણ લીધી છે. ડેવોન કોનવે અને રુતુરાજ ગાયકવાડની સારી શરૂઆત CSK માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અજિંક્ય રહાણે અને શિવમ દુબેનું પ્રદર્શન પણ તેના માટે ઘણું મહત્વનું છે. ઝડપી બોલર મોહમ્મદ શમી અને સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાનનો સામનો કરવો CSKના બેટ્સમેનો માટે આસાન નહીં હોય. ગુજરાત ટાઇટન્સ શુભમન ગીલના બેટમાંથી બીજી મોટી ઇનિંગ્સ ઇચ્છશે, ગિલ આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

ત્રણેય મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે: આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાત ટાઈટન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પર ભારે લાગી રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે અને ત્રણેય મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. જોકે આ ત્રણેય મેચ અલગ-અલગ સ્ટેડિયમમાં રમાઈ છે. ગુજરાત ટાઇટન્સ માટે ચેપોકમાં ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવવું બિલકુલ સરળ નથી. મંગળવારે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલની મેચ જીતીને કઇ ટીમ ફાઇનલની ટિકિટ મેળવે છે.

આ પણ વાંચો:

  1. Sachin Tendulkar Tweet : ગિલ, કેમરૂન ગ્રીન અને વિરાટની બેટિંગથી પ્રભાવિત થયા માસ્ટર બ્લાસ્ટર, જાણો શું કહ્યું
  2. Virat Kohli Injured : શું WTC ફાઈનલ પહેલા ફિટ થશે કોહલી, ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ફટકો

Last Updated : May 23, 2023, 11:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.