ETV Bharat / bharat

આજે તમિલનાડુના તટ પર પહોંચી શકે છે ચક્રવાત, રેડ એલર્ટ, અત્યાર સુધીમાં 12ના મોત - Meteorological Department

હવામાન વિભાગે માહિતી આપી છે કે, ચક્રવાત (Cyclone) આજે તમિલનાડુના દરિયાકાંઠે (coast of Tamil Nadu) પહોંચી શકે છે. ચક્રવાતને જોતા રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ (Red alert) જાહેર કરવામાં આવ્યું છે.

tamil nadu rains live update
tamil nadu rains live update
author img

By

Published : Nov 11, 2021, 10:12 AM IST

  • આજે તમિલનાડુના તટ પર પહોંચી શકે છે ચક્રવાત
  • રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
  • અત્યાર સુધીમાં 12ના મોત

ચેન્નાઈ: દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં ભારે વરસાદ (Tamil Nadu rains) ને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. રાજ્યની હાલત સુધરવાને બદલે બગડી રહી છે. હવામાન વિભાગે (Meteorological Department) માહિતી આપી છે કે, આજે તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાત પહોંચી શકે છે. ચક્રવાતને જોતા રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ (Red alert) જાહેર કરવામાં આવ્યું છે.

રાજધાની ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ફરી શરૂ થયો વરસાદ

રાજધાની ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ફરીથી વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે (Meteorological Department) જણાવ્યું કે, ચક્રવાત આજે સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. આ કારણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી તમિલનાડુના વિશાળ વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: નેપાળ આર્મી ચીફને ભારતીય સેનાના માનદ જનરલ રેન્કથી નવાજવામાં આવ્યા

ક્યાં- ક્યાં વરસાદ પડી શકે છે

હવામાન વિભાગ (Meteorological Department) ના જણાવ્યા અનુસાર અમુક ચોક્કસ વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે, જ્યારે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. આજે તિરુવલ્લુર, કલ્લાકુરિચી, સાલેમ, વેલ્લોર, તિરુનામલાઈ, રાનીપેટ અને તિરુપુત્તર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ તમિલનાડુમાં નીલગિરિસ, કોઈમ્બતુર, ચેંગાપલ્ટુ, નમક્કલ, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, તમિલનાડુના ઘણા વિસ્તારોમાં 12 અને 14 નવેમ્બરની વચ્ચે વરસાદની સંભાવના છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: ભરૂચમાં વાવાઝોડા વચ્ચે તંત્રએ શેલ્ટર હોમમા નવદંપતીના કરાવ્યા લગ્ન

તમિલનાડુમાં સામાન્ય કરતાં 50 ટકા વધુ વરસાદ

ઈશાન ચોમાસાને કારણે તામિલનાડુમાં 1 ઓક્ટોબરથી સામાન્ય કરતાં 50 ટકા વધુ વરસાદ થયો છે અને 90 મોટા જળાશયોમાંથી 53માં પાણી 76 ટકા સંગ્રહ સ્તરે પહોંચી ગયું છે. આ સમયગાળા દરમિયાન તમિલનાડુ અને પુડુચેરીમાં 38 સેમી વરસાદ નોંધાયો હતો, જે 25 સેમીના સામાન્ય સ્તર કરતાં 51 ટકા વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.