ઉજ્જૈન(મધ્યપ્રદેશ): ઝાડ સાથે બાંધીને અથવા લટકાવીને તાલિબાની સજા(Punishment of the Taliban) આપવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. ઉજ્જૈનના ઇંગોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરને નિર્દયતાથી મારતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિએ તેના મિત્રો સાથે મળીને ચોરને બોરિંગ લિફ્ટર મશીન(boring lifter machine) પર ઊંધો લટકાવી તેના હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ નિર્દયતાથી લાકડીઓથી માર માર્યો હતો. ઈંગોરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
યુવકને તાલિબાની સજા: પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો 8 થી 10 દિવસ જૂનો ઉજ્જૈન જિલ્લાના સિજાવાતા ગામનો છે. જે વ્યક્તિને બાંધીને બેરહેમીથી મારવામાં આવી રહ્યો છે, તે વ્યક્તિ ઢોલ વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેને મારનારનું નામ અર્જુન છે. અર્જુને જે વ્યક્તિએ ચોરીને અંજામ આપ્યો હતો તેની સામે પોલીસ ફરિયાદ કર્યા વગર પોતે જ સજા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે માર ખાનાર વ્યક્તિ ગભરાઈને ગામ છોડીને ભાગી ગયો હતો. વીડિયોમાં પીડિત યુવર મારવાર વ્યક્તિનો ભાણેજ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. શું ચોરાયું હતું અને બંને સંબંધી છે કે બીજું કંઈક? જો કે આ મામલે પોલીસ પર ત્વરીત કાર્યવાહી ન કરવાનો પણ આરોપ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેણે વીડિયો બનાવ્યો તેણે ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે પણ તેની ફરિયાદને ગંભીરતાથી લીધી નથી, શું સાચું કે ખોટું તે તો સમય જ કહેશે.
ગુનેગારો સામે પગલાં લેવાશેઃ ઈંગોરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પૃથ્વી સિંહ ખલાટેએ કહ્યું કે વીડિયો મારા ખ્યાલમાં નથી. તપાસ અને પુષ્ટિ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેશન ઇન્ચાર્જે કહ્યું કે મને ફરિયાદની અરજી મળી હતી. બે પક્ષો તરફથી એક અર્જુન મોંગિયા અને એક સંજય જાટ દ્વારા આપવામાં આવી હતી. હુમલાની હજુ તપાસ ચાલી રહી છે અને તેની તપાસ એસઆઈ ચૌહાણ કરી રહ્યા છે. જેમાં સચ્ચાઈ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.