ETV Bharat / bharat

અફઘાનિસ્તાન મુદ્દે ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર - Owaisi said the Taliban would benefit Pakistan

સરકારને આડા હાથે લેતા ઓવૈસીએ કહ્યું કે તાલિબાનના અફઘાનિસ્તાન પર કબ્જા થવાનો સૌથી વધુ ફાયદો પાકિસ્તાનને થયો છે. જાણકારોનું માનવું છે કે અલકાયદા જેવા આતંકી સંગઠનો ફરી અફઘાનિસ્તાનના કેટલાક ભાગમાં સક્રિય થઇ ગયા છે.

અફઘાનિસ્તાન મુદ્દે ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

author img

By

Published : Aug 20, 2021, 5:07 PM IST

  • અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે ઓવૈસીનું નિવેદન
  • મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
  • એક પ્રધાને પણ આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જાવાળા વિસ્તારોમાં સતત વણસતી પરિસ્થિતિ અને તેમાં પણ મહિલાઓ સામે થતા અત્યાચાર અંગેના સમાચાર સતત ચર્ચાઇ રહ્યાં છે. તો આ મુદ્દા પર હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ મોદી સરકારને આડેહાથ લીધી છે. તેઓએ AIMIMના એક કાર્યક્રમમાં સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભારત સરકારને અફઘાનિસ્તાનની મહિલાઓની ચિંતા વધારે છે. પણ દેશની મહિલાઓ અંગે તેઓ કશુ જ બોલતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં પાંચ વર્ષ સુધીની ઉંમરની બાળકીઓમાં 9 માંથી 1 બાળકીનું મૃત્યુ થાય છે. અહીંયા મહિલાઓ સામે ગુન્હાઓ અને દુષ્કર્મના કેસ સતત વધી રહ્યાં છે પણ આપણને વધારે ચિંતા અફઘાનિસ્તાનમાં ફસેલી મહિલાઓની છે.

અગાઇ પણ સરકાર પર કરી ચુક્યા છે હુમલા

હૈદરાબાદના સાંસદ અગાઉ પણ મોદી સરકાર પર હુમલા કરી ચુક્યા છે. બે દિવસ પહેલાં પણ તેમણે ટ્વિટ કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતોય ટ્વિટ કર્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેના પાછી જશે તે નક્કી હતું. 2013ની શરૂઆતમાં જ મેં સરકારને આપણાં હિતને ધ્યાનમાં રાખીને તાલિબાન સાથે સંવાદ કરવા માટેની સલાહ આપી હતી. આપણે અફઘાનિસ્તાનમાં લગભગ 3 અરબ ડૉલરનું રોકાણ કર્યું છે પણ સરકારે આ અંગે ધ્યાન આપ્યું ન હતું.

કેન્દ્રીય પ્રધાને આપ્યો સણસણતો જવાબ

ઓવૈસીના આ નિવેદન બાદ કેન્દ્રિય પ્રધાન શોભા કરંદલાજેએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મહિલાઓ અને તેમના સમુદાયની રક્ષા માટે ઓવૈસીને અફઘાનિસ્તાન મોકલવા જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.