ETV Bharat / bharat

ભારતમાંથી તાલિબાનના 14 સમર્થકો ઝડપાયા, પોલીસકર્મી પણ શામેલ - સોશિયલ મીડિયા પર તાલિબાનને સમર્થન

પોલીસે સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને સમર્થન આપવાના આરોપમાં આસામના વિવિધ વિસ્તારોમાંથી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં આસામ પોલીસનો એક કોન્સ્ટેબલ, જમિયતના વરિષ્ઠ નેતા અને એક પત્રકારનો સમાવેશ થાય છે.

ભારતમાંથી તાલિબાનના 14 સમર્થકો ઝડપાયા
ભારતમાંથી તાલિબાનના 14 સમર્થકો ઝડપાયા
author img

By

Published : Aug 22, 2021, 8:10 PM IST

  • તાલિબાનને સમર્થન આપવા પર થઈ રહી છે કાર્યવાહી
  • સોશિયલ મીડિયા પર સમર્થનની પોસ્ટ કરતા 15ની ધરપકડ
  • પોલીસ, પત્રકાર અને શિક્ષકનો પણ સમાવેશ

ગુવાહાટી : અસમ પોલીસ દ્વારા જાણાવવામાં આવ્યું હતું કે, આ ધરપકડ શુક્રવાર રાતથી શરૂ કરવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, આઇટી અધિનિયમ અને IPC હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: તાલિબાનના સમર્થનમાં મુનાવ્વર રાણાએ કહ્યું - ભારતમાં વધુ ક્રૂરતા, અહિયા રામરાજ નહી, કામરાજ છે

તાલિબાનને સમર્થન કરતી પોસ્ટ

આસામના વિશેષ પોલીસ મહાનિર્દેશક જી.પી.સિંહે ટ્વિટ કર્યું હતું કે, આસામ પોલીસે આરોપીઓની સોશિયલ મીડિયા પર તાલિબાનને સમર્થન કરતી પોસ્ટ લખવા બદલ ધરપકડ કરી છે. આ ઉપરાંત, સિંહે લોકોને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી સાવધ રહેવાની સલાહ પણ આપી હતી. સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સને રિટ્વિટ કરી અને કહ્યું કે, પોસ્ટને લાઇક કરવા પર દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વાયલેટ બરુઆએ કહ્યું હતું કે, આસામ પોલીસ સોશિયલ મીડિયા પર તાલિબાન તરફી ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.

તમામ લોકો સામે ફોજદારી કેસ નોંધાયો

તેમણે ટ્વિટ કર્યું હતું કે, અમે આવા લોકો સામે ફોજદારી કેસ નોંધાવી રહ્યા છીએ. જો તમને આવી કોઈ બાબત સામે આવે, તો કૃપા કરીને પોલીસનો સંપર્ક કરો. પોલીસે જણાવ્યું હતું કે, બારપેટા અને ધુબરી જિલ્લામાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ, દારંગ, દક્ષિણ સલમારા, ગોવાલપરા અને હોજાય જિલ્લામાંથી એક - એકની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કામરૂપ (ગ્રામીણ) જિલ્લામાંથી પણ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપી આસામ પોલીસનો કોન્સ્ટેબલ છે. કામરૂપ (ગ્રામીણ) પોલીસ અધિક્ષક હિતેશ ચંદ્ર રોયે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર તાલિબાનને ટેકો આપવા બદલ આસામ પોલીસ જવાન અને એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અમે તેમની પૂછપરછ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ઘણા લોકોની આ બાબતે વોચ રાખવામાં આવશે.

આ પણ વાંચો: નાગપુરમાંથી દેશનિકાલ થયેલો શખ્સ તાલિબાનમાં જોડાયો, બંદૂક પકડેલી તસવીર સામે આવી

રાજ્યના વિરોધ પક્ષના નેતા પણ શામેલ

આ કેસમાં પકડાયેલા ત્રણ મૌલવીઓમાંના એક મૌલાના ફઝલુલ કરીમ જમિયત-એ-ઉલેમાના રાજ્ય સચિવ છે અને તેઓ રાજ્યના વિરોધ પક્ષ ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) ના મહામંત્રી પણ છે. આ દરમિયાન, AIUDFના પ્રવક્તાએ કહ્યું કે, કરીમ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.