- તાલિબાનના એક અધિકારીએ તમામ માટે "માફી" જાહેર કરી
- અફઘાનિસ્તાનમાં મહિલાઓને સરકાર સાથે જોડાવા વિનંતી
- "ઇસ્લામિક અમીરાત ઇચ્છતા નથી કે, મહિલાઓને તકલીફ પડે
કાબુલ: તાલિબાનના એક અધિકારીએ તમામ માટે "માફી" જાહેર કરીને અફઘાનિસ્તાનમાં મહિલાઓને સરકાર સાથે જોડાવા વિનંતી કરી છે. ઇસ્લામિક અમીરાતના સંસ્કૃતિ કમિશનરના સભ્ય ઇનામુલ્લાહ સામંગાનીએ અફઘાન સ્ટેટ ટીવી પર મંગળવારે આ ટિપ્પણી કરી હતી, જે હવે તાલિબાન પાસે છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાથી સ્તબ્ધ બાઇડન પ્રશાસન, ટ્રમ્પે કહી સૌથી મોટી હાર
ઇસ્લામિક અમીરાત ઇચ્છતા નથી કે, મહિલાઓને તકલીફ પડે
ઇસ્લામિક અમીરાત જણાવ્યું કે "ઇસ્લામિક અમીરાત ઇચ્છતા નથી કે, મહિલાઓને તકલીફ પડે." તાલિબાન અફઘાનિસ્તાન માટે ઇસ્લામિક અમીરાતનો ઉપયોગ કરે છે. "સરકારનું માળખું સંપૂર્ણપણે સ્પષ્ટ નથી પરંતુ અમારા અનુભવના આધારે, તેમાં સંપૂર્ણ ઇસ્લામિક નેતૃત્વ હોવું જોઈએ," અને તમામ પક્ષોએ તેમાં સામેલ થવું જોઈએ.