મેલબોર્નઃ મેલબોર્નમાં ભારત અને ઝિમ્બાબ્વે (IND VS ZIM) વચ્ચે T20 વર્લ્ડ કપની 42મી મેચ રમાઈ. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સુપર-12 રાઉન્ડની આ છેલ્લી મેચ છે. ભારતે ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઝિમ્બાબ્વે 115 રન બનાવી ઓલ આઉટ થઈ ગયુ હતુ. અશ્વીને 3 વિકેટ લીધી.
સૂર્યકુમારનુ અર્ધશતક: સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ. સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) 2022માં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા. સૂર્યકુમાર પહેલા મોહમ્મદ રિઝવાન એકમાત્ર એવો બેટ્સમેન છે, જેમણે 1 વર્ષમાં આ સિદ્ધિ મેળવી છે.
રાહુલે T20 કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી: K, L રાહુલે સિકંદર રઝાના બોલ પર છગ્ગો ફટકારીને T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી. આ પછી બીજા બોલ પર ફરી રાહુલ મોટા શોટના ચક્કરમાં ફસાઈ ગયો અને આઉટ થયો હતો. રાહુલે 35 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.