- સુષ્મા સ્વરાજની આજે 67 મી જન્મજયંતિ
- ભારતીય જનતા પાર્ટીના ઉગ્ર અને આક્રમક નેતાઓમાંના એક
- ભારતના વિદેશ પ્રધાન તરીકે સેવા આપી
નવી દિલ્હી : પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદો હજુ પણ આપણી વચ્ચે છે.સુષ્મા સ્વરાજની આજે 67 મી જન્મજયંતિ છે, લોકો તેમના સ્વભાનથી તેમને ઓળખતા હતા.સુષ્મા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીના ઉગ્ર અને આક્રમક નેતાઓમાંના એક હતા. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વકીલ સુષ્મા સ્વરાજે ભારતના વિદેશ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યાં છે. ઈન્દિરા ગાંધી પછી સુષ્મા સ્વરાજ ભારતના વિદેશ પ્રધાન તરીકે પદ સંભાળનાર બીજા મહિલા છે. તેઓ 2006 થી 2009 સુધી ભારત-ઇઝરાઇલ સંસદીય મિત્રતા જૂથના અધ્યક્ષ રહી ચૂક્યા છે.સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વકીલ સુષ્મા સ્વરાજે ભારતના વિદેશ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેમને સંસદના સભ્ય તરીકે સાત વખત અને વિધાનસભાનના સભ્ય તરીકે ત્રણ વખત ચૂંટવામાં આવ્યાં હતાં. છેલ્લે તેઓ મધ્ય પ્રદેશના વિદિશાના સાંસદ તરીકે કાર્યરત હતાં. તેમણે 13 ઓક્ટોબર, 1998થી દિલ્હીના પાંચમાં મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. વાસ્તવમાં, તેઓ દિલ્હીની પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તેઓ વિવિધ ક્ષેત્રોમાં ઘણા સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતાં.
રાજકીય સફર
- 2019 સુષ્મા સ્વરાજે વિદેશ પ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ઉપરાંત તેઓ 2019ની લોકસબા ચૂંટણી પણ નહોતાં લડ્યાં.
- 2019 ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું AIIMS ખાતે નિધન થયું હતું.
- ભાજપના વરિષ્ઠ નેતાને 67 વર્ષની ઉંમરે હાર્ટ અટેક આવ્યો હતો.
- 16 ફેબ્રુઆરી, 2016 ના રોજ, તેમની કેન્દ્રીય કેબિનેટ પ્રધાન, વિદેશ મંત્રાલય તરીકે નિમણૂંક કરવામાં આવી.
- 27 મે 2014 થી 16 ફેબ્રુઆરી 2016 સુધી, તેઓ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન, વિદેશી બાબતો અને ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ માટે સેવા આપી રહ્યા છે.
- 31 ઓગસ્ટ 2009 થી 1 જાન્યુઆરી 2010 સુધી, તેઓ વિદેશ બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા.
- 23 સપ્ટેમ્બર, 2009 ના રોજ, તેઓ નિયમો સમિતિના સભ્ય બન્યા. પાછળથી તેમને નીતિ અને હેતુ સમિતિના સભ્ય તરીકે નિમવામાં આવ્યા હતા.
પિતા RSSના પ્રમુખ સભ્ય
સુષ્મા સ્વરાજનો જન્મ હરિયાણાના અમ્બાલા કૈન્ટમાં 14 ફેબ્રુઆરી 1953ના રોજ થયો હતો. તેમના પિતા RSSના પ્રમુખ સભ્ય હતા. અમ્બાલા છાવણીના એસએસડી કોલેજથી બીએ કર્યા બાદ તેમણે ચંદીગઢથી કાનૂનમાં ડિગ્રી લીધી હતી. 1973માં તેમણે સુપ્રીમ કોર્ટમાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. જ્યારે તેમનું પોલિટિકલ કેરિયર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની સાથે થયું હતું. તે પોતાના વિદ્યાર્થીકાળથી જ પ્રખર વક્તા હતા.
27 વર્ષની ઉંમરમાં તે 1979માં જનતા પાર્ટી (હરિયાણા)ના અધ્યક્ષ બન્યા
તેમણે ઈમરજન્સીના વિરોધમાં સક્રિય પ્રચાર કર્યો હતો. જુલાઈ 1977માં તેમને ચૌધરી દેવીલાલની કેબિનેટમાં એક કેબિનેટ મંત્રી બનાવાયા હતા. ભાજપના લોકદળની હરિયાણામાં ગઠબંધન સરકારમાં તે શિક્ષા પ્રધાન હતા. 27 વર્ષની ઉંમરમાં તે 1979માં જનતા પાર્ટી (હરિયાણા)ના અધ્યક્ષ બન્યા હતા. એપ્રિલ 1990માં સાંસદ બન્યા અને 1990-96 દરમિયાન તે રાજ્યસભામાં રહ્યા હતા. 1996માં 11મી લોકસભા માટે તેઓ ચૂંટાઈ આવ્યા અને અટલબિહારી વાજપેયીની સરકારમાં સૂચના પ્રસારણ પ્રધાન રહ્યા હતા. 12મી લોકસભા માટે તે ફરીથી દક્ષિણ દિલ્હીથી ચૂંટાઈ આવ્યા અને પુનઃ સૂચના પ્રસારણ મંત્રાલય ઉપરાંત દૂરસંચાર મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો હતો.