- ઉત્તરપ્રદેશમાં મિત્રતાની ના પાડતા આરોપીએ 2 સગીરાની હત્યા કરી
- આરોપીઓ અને સગીરા સાથે બેસીને ખેતરમાં નાસ્તો કરી રહ્યા હતા
- નાસ્તો કરતા સમયે આરોપીઓએ સગીરાને પાણીમાં ઝેર આપી દીધું
- આરોપી પીડિતા સાથે જબરદસ્તી મિત્રતા કરવા માગતો હતો
ઉત્તર પ્રદેશઃ આ અંગે પીડિતાએ જણાવ્યું હતું કે, વિનય તેની સાથે જબરદસ્તી મિત્રતા કરવા માગતો હતો. મિત્રતાની ના પાડતા તે દબાણ કરવાનો પ્રયાસ કરતો હતો. તો પણ તે સફળ ન થતા તેમણે આવું કર્યું હતું. આ જ બધી વાત આરોપીએ પૂછપરછમાં જણાવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, જ્યારે બધા ભેગા મળીને નાસ્તો કરતા હતા. તે સમયે ખબર ન હતી કે આરોપીઓ બોટલમાં ઝેર ભેળવીને લાવ્યા છે. આરોપીએ આપેલું પીણું પીતા જ અમારા મોઢામાંથી ફીણ નીકળવા લાગી હતી અને અમે તરફડીયા મારતા હતા. તે સમયે બંને આરોપી ત્યાંથી ભાગી ગયા હતા.
ફઈ અને પિતરાઈ બહેનના મૃત્યુની જાણ થતા પીડિતાને લાગ્યો ઝાટકો
જોકે, પીડિતાને હાલમાં રિજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાના ખબર નહતી કે તેની ફઈ અને પિતરાઈ બહેનનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે તેને આ માહિતી મળી તો તેને ઝાટકો લાગ્યો હતો. પીડિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું વિનય અને સચિન તેની સાથે જબરદસ્તી કરતા હતા. તો પીડિતાએ જણાવ્યું કે, જો આરોપીઓ આવું કરત તો હું તેમની ત્યાંથી ધોલાઈ કરી દેત. આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે પીડિતા કેટલી હિમ્મતવાળી છે. એટલે પીડિતાને દગો આપી ઝેર આપવામાં આવ્યું છે.