- સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે આપ્યો નિર્ણય
- સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બેન્કોને રાહત
- જ્યારે રીઅલ એસ્ટેટ જેવા ઘણા ક્ષેત્રોની કંપનીઓને લાગ્યો ઝટકો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે, આ સમય દરમિયાન વ્યાજ સંપૂર્ણપણે માફ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેન્કોને રાહત મળી છે. તો બીજી તરફ સંપૂર્ણ વ્યાજ માફીની માગ કરતી રીઅલ એસ્ટેટ જેવા ઘણા ક્ષેત્રોની કંપનીઓને ઝટકો લાગ્યો છે.
આ પણ વાંચો: એક જ દિવસે મતગણતરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 23 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ જાહેર થશે
લોન મોરેટોરિયમ હવે નહીં વધે, સંપૂર્ણ વ્યાજ નહીં થાય માફ
લોન મોરેટોરિયમ અંગે ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આર્થિક નીતિઓમાં દખલ ન કરી શકે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર આપેલા સ્થગન પ્રસ્તાવને ખેડૂતોએ આવકાર્યો