નવી દિલ્હી : કર્ણાટકના એક વ્યક્તિ અને તેની પત્નીની પર તેમની પુત્રવધૂ પર ક્રૂરતા અને ઉત્પીડન કરવાનો આરોપ હતો. સાસુ અને સસરાના ત્રાસના કારણે મહિલાએ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુપ્રીમ કોર્ટે મહિલાને આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ સાસુ અને સસરાને દોષિત ઠેરવ્યા હતા. ટ્રાયલ કોર્ટમાં એક કેસ દરમિયાન આ ફેંસલો કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મૃતકનું મૃત્યુ પહેલાનું નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે મૃતક મહિલા માનસિક રીતે આઘાતમાં હતી. આરોપીઓ દ્વારા આપવામાં આવતા ત્રાસ અને સતામણી તે સહન ન કરી શકી, જેના કારણે મહિલાએ આત્મહત્યા કરી હતી. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ અને અરવિંદ કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે, આરોપો નક્કી કરવામાં ચૂક કોર્ટને તે ગુના માટે આરોપીને દોષિત કરાર કરવામાં અક્ષમ કરી શકતી નથી, જે રેકોર્ડ પરના પુરાવાના આધારે સાબિત થાય છે.
ખંડપીઠે કહ્યું કે, કોર્ટને આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કોડમાં પૂરતી જોગવાઈ છે. મૃતકના સાસરિયાઓને 2012 માં ટ્રાયલ કોર્ટ દ્વારા IPC ની કલમ 498A, 304B અને 34B સહિત દહેજ પ્રતિબંધ કાયદાની કલમ 3 અને 4 હેઠળ સજાપાત્ર અપરાધો માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આ નિર્ણયની પુષ્ટિ કરી હતી.
ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, કલમ 306 હેઠળના ગુનાના મૂળ ઘટકો આત્મહત્યા મૃત્યુ અને તેના માટે ઉશ્કેરણી છે. ઉપરાંત મૃતકને ઉશ્કેરવાના ઘટકોને આકર્ષવા માટે અને મૃતકને આત્મહત્યા કરવા માટે મદદ કરવા અથવા ઉશ્કેરવાનો આરોપીનો ઇરાદો જરૂરી છે.
ખંડપીઠે વતી ચુકાદો લખનાર જસ્ટિસ કુમારે જણાવ્યું હતું કે, કલમ 304B હેઠળ કરવામાં આવેલા આરોપીના નિવેદનમાં અને વૈકલ્પિક કલમ 306 માં આ સ્પષ્ટ છે કે, 306 કલમ હેઠળના ગુના માટે આરોપ નક્કી કરવા માટે તમામ તથ્ય અને સામગ્રી ઉપસ્થિત છે.