ETV Bharat / bharat

Manish Kashyap: સુપ્રીમ કોર્ટમાંથી મનીષ કશ્યપને રાહત, NSA લાગુ કરવા પર તમિલનાડુ સરકારને નોટિસ - સુપ્રીમ કોર્ટે NSA લાદવાનો આધાર પૂછ્યોઃ

સુપ્રીમ કોર્ટે યુટ્યુબર મનીષ કશ્યપને મોટી રાહત આપી છે. આ સાથે તમિલનાડુ સરકારને NSA લગાવવા પર નોટિસ પણ જારી કરવામાં આવી છે. SCએ તમિલનાડુ સરકારને પૂછ્યું છે કે મનીષ કશ્યપ પર NSA શા માટે લાદવામાં આવ્યું? આ મામલે વધુ સુનાવણી 28 એપ્રિલે થશે.

Manis
Manis
author img

By

Published : Apr 21, 2023, 2:00 PM IST

દિલ્હી/પટના: બિહારના પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપની મુશ્કેલીઓ હવે થોડી ઓછી થતી જણાય છે. સુપ્રીમ કોર્ટમાં યુટ્યુબર મનીષ કશ્યપ કેસની સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે મનીષ કશ્યપ પર NSA લગાવવાને લઈને તમિલનાડુ સરકારને નોટિસ જારી કરી છે. વધુ સુનાવણી 28 એપ્રિલે થશે.

તમિલનાડુ સરકારને નોટિસ: સુનાવણી દરમિયાન મનીષ કશ્યપને કોર્ટ તરફથી મોટી રાહત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. મનીષ કશ્યપ કેસ અંગે કોર્ટનું વલણ નરમ જોવા મળ્યું હતું. કોર્ટે મનીષ કશ્યપ પર NSA લગાવવાને લઈને તમિલનાડુ સરકારને નોટિસ જારી કરી છે. મનીષ કશ્યપને આગામી આદેશ સુધી મદુરાઈ જેલમાં રાખવામાં આવશે.

આ પણ વાંચો: Manish Kashyap News: એન્જિનિયરમાંથી યુટ્યુબર બનેલા મનીષ કશ્યપના સમર્થનમાં આવ્યા કપિલ મિશ્રા

સુપ્રીમ કોર્ટે NSA લાદવાનો આધાર પૂછ્યોઃ કોર્ટે તમિલનાડુ સરકારને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે યુટ્યુબર મનીષ કશ્યપ પર NSA શા માટે લાદવામાં આવ્યું છે. નોટિસમાં સુપ્રીમ કોર્ટે NSA લાગુ કરવાને લઈને સવાલ ઉઠાવ્યો છે, જેનો જવાબ તમિલનાડુ સરકારે આપવો પડશે. સુપ્રીમ કોર્ટે મનીષ કશ્યપ પર NSA લગાવવાનો આધાર પૂછ્યો છે. હવે આ મામલાની આગામી સુનાવણી 28 એપ્રિલે થશે.

આ પણ વાંચો: Manish Kashyap Case : આર્થિક અપરાધ યુનિટે મનીષ કશ્યપ સામે બીજી FIR નોંધી

શું છે સમગ્ર મામલો: ઉલ્લેખનીય છે કે બિહારના પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપ પર તમિલનાડુમાં હિન્દીભાષી પરપ્રાંતિય શ્રમિકો સાથેની કથિત હિંસાના કેસમાં નકલી વીડિયો પ્રસારિત કરવાનો આરોપ છે. આ મામલે બિહાર અને તમિલનાડુમાં મનીષ વિરુદ્ધ કુલ પાંચ કેસ નોંધાયેલા છે. મનીષ કશ્યપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમની સામે દાખલ થયેલા તમામ કેસોની સુનાવણી એક જ જગ્યાએ કરવામાં આવે. આ સાથે જ મનીષ કશ્યપે તેમના પર NSA લાદવા અંગે SCમાં અરજી પણ કરી હતી. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.