ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને આસારામની અરજી પર નોટિસ ફટકારી - Government of Rajasthan

સુપ્રીમ કોર્ટે (Supreme Court ) આસારામની અરજી સંદર્ભે રાજસ્થાન સરકારને નોટિસ જારી કરી છે જેમાં આસારામે તેમના જામીનની અરજી કાઢી નાખવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર આપ્યો હતો અને પોતાની સારવાર માટે મુક્ત કરવાની માગણી કરી છે.

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને આસારામની અરજી પર નોટિસ ફટકારી

author img

By

Published : Jun 4, 2021, 6:22 PM IST

  • રાજસ્થાન સરકારને સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ
  • આસારામની અરજી સંદર્ભે સુપ્રીમની નોટિસ
  • 8 જૂન બાદ આગળ સુનાવણી થશે

નવી દિલ્હીઃ રાજસ્થાન સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી છે. જોધપુરની જેલમાં બંધ આસારામે કરેલી જામીન અરજી કાઢી નાંખવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીના કેસમાં આ નોટિસ બજાવાઈ છે.આસારામે તેમના જામીનની અરજી કાઢી નાખવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર આપ્યો હતો અને પોતાની સારવાર માટે મુક્ત કરવાની માગણી કરી છે.

આ મામલે જસ્ટિસ બી. આર. ગવઇ અને જસ્ટિસ કૃષ્ણ મુરારિની બેન્ચે આસારામ તરફથી પેશ થયેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ આજે જણાવ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે અને તેમને આયુર્વેદિક ઉપચારની જરુર છે. લૂથરાએ જણાવ્યું કે આસારામ 84-85 વર્ષના વ્યક્તિ છે જેમનો સીટી સ્કેન સ્કોર 8/25 આવ્યો હતો જે ઘણો ગંભીર છે.

આ પણ વાંચોઃ વાપીથી મહારાષ્ટ્ર્ લઈ જવાઈ રહેલો 2.37 લાખનો ગુટખાનો જથ્થો ઝડપાયો, 3 સામે કાર્યવાહી

આ સિવાય તેમણે કહ્યું કે તેમણે બેન્ચને જાણ કરી હતી કે અરજદારને બ્લડ થીનર આપવામાં આવ્યું હતું અને તેમનું લોહી વહી રહ્યું હતું. કોર્ટે કહ્યું કે એ જોઇ શકાય છે કે તેમ જાણીજોઇને કરવામાં આવ્યું હતું અને ઇલાજ માટે તેમણે પોતાની પસંદના કેન્દ્રને કહ્યું હતું. આ મામલામાં 8 જૂન સુધી જવાબ આવ્યાં બાદ ફરીથી સુનાવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આસારામ એક સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહ્યાં છે.

આ પણ વાંચોઃ દહેજના ત્રાસથી આત્મહત્યા કરનારી પરિણિતાના કેસમાં 4.5 વર્ષે ચુકાદો, સાસરિયાઓને 3 વર્ષની કેદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.