નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ(supreme court)વૈવાહિક દુષ્કર્મને, અપરાધીકરણના મુદ્દાને લગતી અરજીઓની તપાસ કરવા સંમત છે. SC એ ફેબ્રુઆરી 2023 માં વધુ સુનાવણી માટે મામલાની સૂચિબદ્ધ કરી હતી. કોર્ટે નક્કી કરવાનું છે કે, પત્ની સાથે પતિના(Forced rape of husband with wife) જબરદસ્તી દુષ્કર્મ સંબંધ છે કે નહીં. 11 મેના રોજ દિલ્હી હાઈકોર્ટના(Delhi High Court) 2 જજોએ આ મામલે અલગ-અલગ નિર્ણયો આપ્યા હતા. આ પછી મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે.
ગુનો જાહેર કરવાની માંગ: ભારતીય કાયદામાં વૈવાહિક દુષ્કર્મ ગુનો નથી. જો કે ઘણા સંગઠનો, લાંબા સમયથી તેને ગુનો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. અરજદારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેને IPCની કલમ 375 હેઠળ વૈવાહિક દુષ્કર્મ ગણવાની માંગ કરી હતી. હાઈકોર્ટના બંને જજ આ મુદ્દે સહમત નહોતા, ત્યારપછી કોર્ટે તેને 3 જજોની બેંચ પાસે મોકલવાનો નિર્ણય કર્યો હતો.
હાઈકોર્ટના બે ન્યાયાધીશોનો અભિપ્રાય હતો: હાઈકોર્ટમાં ન્યાયાધીશ રાજીવ શકધરે, વૈવાહિક દુષ્કર્મના અપવાદને(Exception to marital misconduct) બાજુ પર રાખવાની તરફેણ કરી હતી, જ્યારે ન્યાયમૂર્તિ હરિ શંકરે માન્યું હતું કે, IPC હેઠળ અપવાદ ગેરબંધારણીય નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે National Family Health Survey)અનુસાર, દેશમાં 29 ટકાથી વધુ મહિલાઓ એવી છે કે, જેઓ તેમના પતિ દ્વારા જાતીય હિંસાનો સામનો કરે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ તફાવત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વધુ છે. ગામડાઓમાં 32 અને શહેરી વિસ્તારોમાં 24 ટકા મહિલાઓ તેનો ભોગ બને છે.