ETV Bharat / bharat

પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી - સુપ્રીમ કોર્ટ

પેગાસસ કેસ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે.સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ બાબત 10 દિવસ પછી સૂચિબદ્ધ થશે અને તે જોવાશે કે કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.

પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

author img

By

Published : Aug 17, 2021, 3:43 PM IST

  • સુપ્રીમ કોર્ટે PIL પર કેન્દ્રને નોટિસ જારી કરી
  • પેગાસસના કથિત ઉપયોગની કોર્ટ-મોનિટરિંગ તપાસની માગ કરતી PIL
  • રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરે તેવી કોઈ બાબત જાહેર થાય તેવું નથી ઇચ્છતી કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પેગાસસના કથિત ઉપયોગની કોર્ટ-મોનિટરિંગ તપાસની માગ કરતી PIL પર કેન્દ્રને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કથિત પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજીઓ પર કેન્દ્રને નોટિસ ફટકારી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તે નથી ઇચ્છતી કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરે તેવી કોઈ બાબત જાહેર કરે.

મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોસની ત્રણ સભ્યોની ખંડપીઠે અરજીઓ પર કેન્દ્રનો જવાબ માગતા કહ્યું કે તે 10 દિવસ પછી આ મામલાની સુનાવણી કરશે અને કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે જોશે.

સુપ્રીમ કોર્ટ નથી ઇચ્છતી કે સરકાર એવી કોઈ બાબત જાહેર કરે જે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે

ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ નથી ઇચ્છતી કે સરકાર એવી કોઈ બાબત જાહેર કરે જે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે. સુપ્રીમ કોર્ટે મહેતાની રજૂઆત બાદ ટિપ્પણી કરી હતી કે સોગંદનામામાં માહિતી જાહેર કરવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સામેલ છે. અરજદારોએ સોગંદનામામાં માહિતી આપવાની માગ કરી હતી.સર્વોચ્ચ અદાલતમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાની અરજી સહિત વિવિધ અરજીઓની સુનાવણી યોજાઈ રહી છે. જેમાં વરિષ્ઠ પત્રકાર એન. રામ અને અરુણ શૌરી અને એનજીઓ કોમન કોઝ પણ સામેલ છે. અરજીઓમાં સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી છે.

જાસૂસી સોફ્ટવેર પેગાસસના ઉપયોગને લગતી અરજીઓ

સરકારી એજન્સીઓ દ્વારા અગ્રણી નાગરિકો, રાજકારણીઓ અને પત્રકારોની કથિત રીતે જાસૂસી કરવા માટે ઇઝરાયેલી કંપની એનએસઓ દ્વારા જાસૂસી સોફ્ટવેર પેગાસસના ઉપયોગને લગતી અરજીઓ સંબંધિત છે. આંતરરાષ્ટ્રીય મીડિયા એસોસિએશને અહેવાલ આપ્યો હતો કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને સર્વેલન્સના સંભવિત લક્ષ્યોની યાદીમાં 300થી વધુ ભારતીય મોબાઇલ ફોન નંબરો હતાં.

કેન્દ્ર સરકારે વિગતવાર સોગંદનામું આપવું જોઈએ કે નહીં?

આ પહેલાં સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પેગાસસ જાસૂસીના આરોપોને છુપાવવા માટે કશું જ નથી અને તે કેસના તમામ પાસાંઓને જોવા માટે નિષ્ણાત સમિતિની રચના કરાશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝની ત્રણ સભ્યોની ખંડપીઠે ચર્ચા કરી હતી કે શું સોમવારે આ મામલે ટૂંકું મર્યાદિત સોગંદનામું દાખલ કરનાર કેન્દ્ર સરકારે વિગતવાર સોગંદનામું આપવું જોઈએ કે નહીં. આ કેસમાં સુનાવણી આજે ચાલી રહી છે.

આ પણ વાંચોઃ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કેન્દ્ર સરકારે આક્ષેપોનો ઇનકાર કર્યો

આ પણ વાંચોઃ પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીનો આક્ષેપ : નરેન્દ્ર મોદીએ દરેક યુવાનના ફોનમાં પેગાસસનો આઇડિયા નાંખ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.