અમદાવાદ : શેરબજારમાં તેજીની આગેકૂચ રહી છે. તેની સાથે છેલ્લા એક સપ્તાહથી અદાણી ગ્રૂપની 10 કંપનીઓના શેરોમાં ભારે ખરીદી(બાઈંગ) નીકળતા ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ગઈકાલની જેમ આજે અદાણી ગ્રૂપની 10 કંપનીમાંથી 6 કંપનીઓના શેરના ભાવમાં અપર સર્કિટબ્રેકર લદાઈ હતી. જેને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં અનેકગણો વધારો થયો છે.
સમિતિના રીપોર્ટમાં હેરાફેરીની સાબિતી : સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ અદાણી હિંડનબર્ગ રીસર્ચ કેસમાં એક રીપોર્ટ રજૂ કર્યો છે. જે રીપોર્ટ અદાણીની તરફેણ કરતો હોવાનું બહાર આવ્યું છે. 173 પાનાના રીપોર્ટમાં કહ્યું છે કે, સમિતિને શેરોમાં હેરાફેરી કરી હોવાની કોઈ સાબિતી મળી નથી. આથી રોકાણકારોએ અદાણીના શેરોમાં ફરીથી વિશ્વાસ મુકીને ભારે લેવાલી કાઢી હતી અને આજે તમામ અદાણી ગ્રૂપના શેરોમાં ઉછાળો આવ્યો હતો.
રાજીવ જૈને 10 ટકા રોકાણ હિસ્સો વધાર્યો : સમાચાર મળી રહ્યા છે કે જીક્યુજી પાર્ટનર્સ એલએલસીના રાજીવ જૈને ગૌતમ અદાણીની કંપનીઓમાં પોતાનો હિસ્સો વધાર્યો છે અને તેમણે 10 ટકા વધુ રોકાણ કર્યું છે. રાજીવ જૈન અદાણી ગ્રૂપને ભારતનું બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટવાળું ગ્રૂપ દર્શાવ્યું છે. GQG Partners LLCના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજીવ જૈને બ્લૂમબર્ગને આપેલ ઈન્ટરવ્યૂ કહ્યું છે કે, અમે પાંચ વર્ષના વેલ્યુએશનના આધાર પર અદાણી ફેમિલી પછી અદાણી ગ્રૂપમાં સૌથી મોટા રોકાણકાર તરીકે અમારે હોવું જોઈએ. અમે અદાણી ગ્રૂપની કોઈપણ નવી ઓફર આવે તો તેમાં હિસ્સો લઈશું.
અદાણી ગ્રૂપના શેરોમાં તેજીની સર્કિટ : શેરબજારમાં આજે મંગળવારે અદાણી ગ્રૂપના શેરોમાં જોરદાર લેવાલી રહી હતી. અદાણી વિલમર રૂપિયા 44.40 વધી ભાવ રૂપિયા 488.70 બંધ થયો હતો. જેમાં 9.99 ટકાની તેજીની સર્કિટ હતી. અદાણી એન્ટરપ્રાઈઝ 307.60 વધી 2633.70 બંધ થયો હતો. જેમાં 13.22 ટકાની અપર સર્કિટ લદાઈ હતી. અદાણી ટ્રાન્સમિશન 41.30 વધી 868 બંધ રહ્યો હતો. જેમાં 5 ટકાની અપર સર્કિટ હતી. અદાણી પાવર 12.35 વધી 260.25 બંધ થયો હતો, જેમાં 5 ટકાની તેજીની સર્કિટ હતી. અદાણી ટોટલ ગેસ 36.10 વધી 758.60 પાંચ ટકાની તેજીની સર્કિટમાં બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જી 47.05 વધી 988.80 પાંચ ટકાની અપર સર્કિટમાં બંધ હતો. એનડી ટીવી 9.30 વધી 196.25 પાંચ ટકાની તેજીની સર્કિટમાં બંધ હતો.
એક સપ્તાહમાં તેજીનું તોફાન : એવી જ રીતે એક સપ્તાહમાં અદાણી ગ્રૂપના શેરોમાં ભારેખમ ઉછાળો આવ્યો છે. એક સપ્તાહમાં અદાણી એન્ટરપ્રાઈઝમાં 39.41 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો છે. અદાણી વિલમરમાં 27.55 ટકાની તેજી થઈ છે. અદાણી ગ્રીન એનર્જિમાં 13.12 ટકાનો ઉછાળો આવ્યો છે. અદાણી ગ્રૂપની એનડી ટીવીમાં 11.73 ટકાનો ઉછાળો નોધાયો છો. અદાણી પાવરમાં 10.18 ટકાનો વધારો થયો છે.
હીડનબર્ગનો રિપોર્ટ આવ્યા પછી અદાણીના શેર તૂટ્યા હતા : ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ આવ્યો ત્યારે અદાણી ગ્રૂપના શેરોમાં લોઅર સર્કિટ લદાઈ હતી અને અદાણી ગ્રૂપના શેરોના ભાવ તળિયે પહોંચી ગયા હતા. ત્યારે ગૌતમ અદાણીએ જવાબ પણ આપ્યા હતા. જો કે તેની કોઈ નોંધ લેવાઈ ન હતી અને શેરબજારમાં અદાણી ગ્રૂપ પર અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. આ આખોય મામલો સુપ્રીમ કોર્ટ અને સેબી પાસે ગયો હતો. સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિએ તપાસ કરીને પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે, તેમાં હાલ કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોવાની સાબિતી મળી નથી.
શેરબજારના ડબ્બાનું રેકેટ ઝડપાયું, 3 શકુની ઝડપાયા
Ahmedabad Protest: અદાણીના ટેક્સ બાબતે કોર્પોરેશનના બજેટ સત્રમાં ભારે હંગામો