ETV Bharat / bharat

Supreme court collegium : 16 હાઈકોર્ટ જજની બદલી અને નવા 17 જજોની નિયુક્તિ સૂચિત, ગુજરાત હાઈકોર્ટમાં કોણ આવ્યું જાણો - ગુજરાત હાઈકોર્ટમાં કોણ

કેન્દ્ર સરકારે મંગળવારે ન્યાયાધીશોની બદલી અંગે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ પર કાર્યવાહી કરી હતી. કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 16 જજની બદલી તેમ જ હાઇકોર્ટમાં નવા 17 જજોની નિયુક્તિને લઇ માહિતી આપી હતી.

Supreme court collegium : 16 હાઈકોર્ટ જજની બદલી અને નવા 17 જજોની નિયુક્તિ સૂચિત, ગુજરાત હાઈકોર્ટમાં કોણ આવ્યું જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 6:41 PM IST

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલાં કેન્દ્રએ મંગળવારે ન્યાયાધીશોની બદલીઓ અંગે સર્વોચ્ચ અદાલતના કોલેજિયમની ભલામણ પર અમલ કરી દીધો હતો. આ બદલીની યાદીમાં અને મણિપુર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સહિત 16 ન્યાયાધીશોના સ્થાનાંતરણને સૂચિત કરવામાં આવ્યું છે. કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતીઓ શેર કરી હતી.

  • In exercise of the power conferred by the Constitution of India, the President of India, after
    consultation with Chief Justice of India, is pleased to transfer the following High Court Judges:- pic.twitter.com/kGE5Kn1fBe

    — Arjun Ram Meghwal (@arjunrammeghwal) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જસ્ટિસ એમવી મુરલીધરનની કોલકાતામાં બદલી : જસ્ટિસ એસપી કેસરની અલ્હાબાદ હાઈકોર્ટમાંથી કલકત્તા હાઈકોર્ટમાં જસ્ટિસ રાજમોહન સિંહની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં, જસ્ટિસ નરેન્દ્ર જીની કર્ણાટક હાઈકોર્ટમાંથી આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં, જસ્ટિસ સુધીર સિંહની બદલી કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી પટના હાઈકોર્ટમાં, જસ્ટિસ એમવી મુરલીધરનને મણિપુર હાઈકોર્ટમાંથી કોલકાતા હાઈકોર્ટમાં, જસ્ટિસ મધુરેશ પ્રસાદને પટના હાઈકોર્ટમાંથી કલકત્તા હાઈકોર્ટમાં, જસ્ટિસ અરવિંદ સિંહ પાસવાનને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં અને જસ્ટિસ અવનીશ ઝિંગન પંજાબમાંથી અને હરિયાણા હાઈકોર્ટમાંથી રાજસ્થાન હાઈકોર્ટમાં ટ્રાન્સફર થયાં છે.

  • In the exercise of the power conferred by the Constitution of India, the President of India, after consultation with the Chief Justice of India, is pleased to appoint the following Judges/Additional Judges in the High Courts: pic.twitter.com/FVkrodqprY

ગુજરાતમાં સી. માનવેન્દ્રનાથ રોયની નિમણૂક : કેન્દ્રની સૂચનાએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી જસ્ટિસ અરુણ મોંગાને રાજસ્થાન હાઈકોર્ટમાં, જસ્ટિસ રાજેન્દ્ર કુમાર-4ને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં, જસ્ટિસ નાની તાગિયાને ગુવાહાટી હાઈકોર્ટમાંથી પટના હાઈકોર્ટમાં, જસ્ટિસ સી. માનવેન્દ્રનાથ રોયને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટ ટ્રાન્સફર કર્યા છે. જસ્ટિસ મુન્નુરી લક્ષ્મણને તેલંગાણા હાઈકોર્ટમાંથી રાજસ્થાન હાઈકોર્ટ, જસ્ટિસ જી. અનુપમા ચક્રવર્તીને તેલંગાણા હાઈકોર્ટમાંથી પટના હાઈકોર્ટમાં, એડિશનલ જજ લુપિતા બેનર્જીને કલકત્તા હાઈકોર્ટમાંથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અને એડિશનલ જજ ડુપ્પલ વેંકટા રમનાને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાંથી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.

ચાર વકીલોની નિમણૂક : 26 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની બેન્ચે 26 હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલી સૂચિત કરવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રએ વિવિધ ઉચ્ચ અદાલતોના 17 ન્યાયાધીશો અને વધારાના ન્યાયાધીશોની નિમણૂકને પણ સૂચિત કરી છે. કેન્દ્રએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશો તરીકે ચાર વકીલોની નિમણૂકની સૂચના આપી હતી. જેમાં હરિનાથ નુનેપલ્લી, કિરણમયી મંડાવા, સુમતિ જગદમ અને ન્યાપતિ વિજયનો સમાવેશ થાય છે.

બોમ્બે હાઈકોર્ટના વધારાના જજ તરીકે નિયુક્ત : અભય જયનારાયણજી મંત્રી, શ્યામ છગનલાલ ચાંડક અને નીરજ પ્રદીપ ધોટે સહિત ત્રણ ન્યાયિક અધિકારીઓને બોમ્બે હાઈકોર્ટના વધારાના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વધુમાં ત્રણ ન્યાયિક અધિકારીઓને કેરળ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં જોન્સન જોન, ગોપીનાથ યુ ગિરીશ અને સી. પ્રધીપ કુમારનો સમાવેશ થાય છે.

બે ન્યાયિક અધિકારીઓની નિમણૂક : દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બે ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં શાલિન્દર કૌર અને રવિન્દર દુડેજાનો સમાવેશ થાય છે. કેન્દ્રએ છત્તીસગઢ હાઈકોર્ટમાં વકીલ રવિન્દ્ર કુમાર અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક અધિકારી વિમલ કનૈયાલાલ વ્યાસ, કર્ણાટક હાઈકોર્ટમાં વકીલ કે.વી. અરવિંદ અને ત્રિપુરા હાઈકોર્ટમાં ન્યાયિક અધિકારી બિસ્વજીત પાલિત સહિત નીચેના વધારાના ન્યાયાધીશોની નિમણૂકની પણ સૂચના આપી હતી. કેન્દ્રએ ત્રિપુરા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ન્યાયિક અધિકારી સબ્યસાચી દત્તા પુરકાયસ્થની નિમણૂકની પણ સૂચના આપી હતી.

  1. Superem Court collegium: સુપ્રીમ કોર્ટે કોલેજિયમે મણિપુર હાઈ કોર્ટના ન્યાયાધીશની ટ્રાન્સફરની ભલામણનું પુનરાવર્તન કર્યુ
  2. જસ્ટીસ અકીલ કુરૈશીની નિમણૂંક મુદ્દે કાયદા મંત્રાલયનો સંવાદ કોલેજીયમ સમક્ષ મૂકાશે: CJI
  3. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજ મંજૂર કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.