ETV Bharat / bharat

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : જાણો કંઈ રાશિને મળશે કેવું ફળ ?

સૂર્ય વર્ષમાં 12 રાશિમાં ભ્રમણ કરી પોતાની સિંહરાશિમાં પરત ફરે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યને ગ્રહોનો રાજા અને સિંહ રાશિને સૂર્યનું ઘર કહેવામાં આવે છે. સિંહ રાશિમાં સૂર્યનું આગમન દેશ, વિશ્વ અને અર્થતંત્ર પર થશે મોટી અસર થાય છે. સૂર્ય દર વર્ષે મેષ રાશિમાં ૧૪ એપ્રિલથી ૧૪ મે સુધી રહેતો હોય છે. આ બાદ સિંહ રાશિ 5માં નંબરે હોવાથી દર વર્ષે 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીમાં આવતી હોય છે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ
author img

By

Published : Aug 17, 2021, 5:30 AM IST

મેષ (ARIES) :

સૂર્ય આજથી પોતાની રાશિ એટલે કે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન ભક્તિભાવ વધારનારું રહેશે અને તેમનું મન પૂજાપાઠમાં કેન્દ્રિત થશે. તમારી આવકના નવા માર્ગો ખુલશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળી શકે છે. તમારી બુદ્ધિ વધારે બળવાન થશે. પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. સારા સંસ્કારોમાં વધારો થશે. જોકે, સંતાન સંબંધિત કોઇ ચિંતા વધી શકે છે.

ઉપાય- દરરોજ સૂર્યની ઉપાસના કરવી અને સૂર્ય દેવને તાંબાના લોટામાં પાણી અર્પણ કરવું.

વૃષભ ( TAURUS ) :

સૂર્ય આજે સિંહ રાશિમાં આવવાથી તમે કોઇપણ પ્રકારની સંપત્તિ ખરીદવામાં રસ લો તેવી શક્યતા છે. વાહન ખરીદીની શક્યતાઓ પણ રહેશે. આ સમયમાં તમને સરકારી કામકાજોમાં ફાયદો થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમે પરિવારમાં શિસ્તપાલન વધારવાનો પ્રયાસ કરશો.

ઉપાય – દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો

મિથુન ( GEMINI ) :

સિંહ રાશિમાં સૂર્યના ગોચરના કારણે તમારી સાહસવૃત્તિમાં વધારો થશે. તમે વ્યવસાયને આગળ વધારવા માટે નવી યોજનાઓ પર કામ કરશો. આખા મહિનામાં તમને સારા પ્રમાણમાં માન-સન્માન મળશે. સરકારી ક્ષેત્રોમાંથી મોટો ફાયદો થવાની શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કો વધશે. તમારા આરોગ્યમાં સુધારો આવશે.

ઉપાય – ઓમ સૂર્યાય નમ: મંત્રનો દરરોજ જાપ કરવો.

કર્ક ( CANCER ) :

સૂર્યની સંક્રાંતિના એક મહિનાનો આ સમય આપના માટે અનેક વખત મનપસંદ ભોજન લેવાની તકો લઇને આવશે. આ આખા મહિનામાં તમારા પરિવારમાં તમને સારું સન્માન મળે. જોકે, તમે ખર્ચ વધારે કરશો. તમારે આ સમયમાં લોકો સાથે મધુર વ્યવહાર કરવો જોઇએ. તમારી બોલીમાં થોડી કડવાશ આવી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાની જરૂર પડશે.

ઉપાય – ભગવાન વિષ્ણુની ઉપાસના કરો.

સિંહ ( LEO ) :

આજે સિંહ રાશિમાં સૂર્યની સંક્રાંતિ છે. સૂર્ય હવે એક મહિના સુધી તમારી રાશિમાં રહેશે. આ સમયમાં તમારી નેતૃત્વ ક્ષમતામાં વિકાસ થશે. એકંદરે તમારો દબદબો વધશે. વેપારમાં સફળતા મળવાની શક્યતા છે. તમારા સ્વભાવમાં ઉત્તેજના અથવા આવેશ પણ વધી શકે છે. તમે થોડા અહંકારી બની શકો છો. કઠોર નિર્ણયો લેશો પરંતુ લોકોનું ભલું ઇચ્છશો.

ઉપાય – શ્રી સૂર્ય અષ્ટકનો પાઠ કરો.

કન્યા રાશિ ( VIRGO ) :

સૂર્યના સિંહ રાશિમાં ભ્રમણથી તમારી વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતાના યોગ બનશે. કુટુંબ સાથે સંબંધોમાં મધુરતા આવશે. જોકે, તમારી વાણીમાં ક્રોધ વધારે રહેશે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળવામાં વિલંબ થશે. વિરોધીઓ પર વિજય મળશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. આવેશથી પણ તમારે બચવાનું રહેશે.

ઉપાય – તમારા ઘરની પૂર્વ દિશાની દિવાલ પર ઉગતા સૂર્યનું ચિત્ર લગાવો.

તુલા ( LIBRA ) :

સૂર્ય હવે સિંહ રાશિમાં આવશે જેના પ્રભાવ હેઠળ તમારી ઇચ્છાઓ પૂરી થવાના યોગ વધારે બળવાન થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આવકમાં ઝડપથી વધારો થશે. સરકારી ક્ષેત્રોમાંથી લાભ થઇ શકે છે. સરકારી યોજનાઓ દ્વારા પણ તમને કોઇ ફાયદો થઇ શકે છે. શિક્ષણમાં સારું પરિણામ મેળવી શકશો.

ઉપાય – રવિવારના દિવસે ભગવાન વિષ્ણની પૂજા કરો અને તેમને મીઠાઇનો ભોગ ધરાવો.

વૃશ્ચિક ( SCORPIO ) :

આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થશે જેથી એક મહિના સુધી તમને કામકાજમાં ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થશે. આ સમયમાં તમારી પદોન્નતિ થવાના યોગ બની રહ્યાં છે. તમારી આવકમાં પણ વધારો થશે. તમારા અધિકારમાં વધારો થશે. પારિવારિક જવાબદારીઓ પણ તમે સારી રીતે નિભાવશો અને એક કુશળ વ્યક્તિ બની શકશો. સરકારી ક્ષેત્રમાં લાભ થઇ શકે છે.

ઉપાય – દરરોજ સૂર્યોદયના સમયે ગાયત્રી મંત્રનો જાપ કરો.

ધન ( SAGITTARIUS ) :

સૂર્ય આજથી એક મહિના સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. તેના પ્રભાવ હેઠળ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમે જ્યાં કામ કરતા હોવ ત્યાં તમામ લોકોને સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠિત અને વગદાર લોકોમાં આપનું સ્થાન રહેશે. તમારા પિતા તમારા પર ગર્વ કરી શકશે. જોકે, આ સમય દરમિયાન તમારે પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.

ઉપાય – કોઇ મંદિરમાં રવિવારે ગોળનું દાન કરવું.

મકર ( CAPRICORN ) :

આજથી સૂર્ય સિંહ રાશિમાં આવવાથી આગામી દિવસોમાં તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે. તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે. માન-સન્માન ઘટાડો આવવાની શક્યતા પણ છે. તમારી કેટલીક ગુપ્ત યોજનાઓ કે, જે અત્યાર સુધી બધાથી છુપાયેલી હોય તે હવે જાહેર થવાનો તમને ડર સતાવશે. જોકે, તમે પૂજાપાઠમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને કોઇ મંદિરમાં દાન કરશો. તમે ઇશ્વરની ભક્તિમાં પોતાની જાતને ઓતપ્રોત કરશો અને તેનાથી માનસિક શાંતિ મળશે.

ઉપાય – દરરોજ સૂર્યને જળનું અર્ઘ્ય આપવું.

કુંભ ( AQUARIUS ) :

આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થવાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને નફો પણ વધશે. તમારી કિર્તીમાં વધારો થશે. જોકે, સાથે જ તમારા દાંપત્યજીવનમાં તણાવ વધવાની શક્યતા પણ છે. આ સમય દરમિયાન તમે જેટલા મૌન રહેશો એટલું સારું રહેશે. તમે મૌન રહીને ઘણા વિવાદો ટાળી શકશો.

ઉપાય – માતા સરસ્વતીની ઉપાસના કરવી અને તેમને પીળા રંગના ફુલ અર્પણ કરવા.

મીન ( PISCES ) :

આજે સિંહ સંક્રાતિ છે એટલે કે આજથી એક મહિના સુધી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ થશે. તેના કારણે આવનારા દિવસોમાં તમે કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં વિજય મેળવી શકશો. વિરોધીઓને તમે પછાડી શકશો. નોકરીમાં સારી પ્રગતિ થવાના ચાન્સ છે. જોકે, સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે. બેંક લોન મેળવવામાં સફળ રહેશો. સ્પર્ધામાં વિજય મળવાના યોગ બની રહ્યાં છે.

ઉપાય – શ્રી ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.