મેષ (ARIES) :
સૂર્ય આજથી પોતાની રાશિ એટલે કે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન ભક્તિભાવ વધારનારું રહેશે અને તેમનું મન પૂજાપાઠમાં કેન્દ્રિત થશે. તમારી આવકના નવા માર્ગો ખુલશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળી શકે છે. તમારી બુદ્ધિ વધારે બળવાન થશે. પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. સારા સંસ્કારોમાં વધારો થશે. જોકે, સંતાન સંબંધિત કોઇ ચિંતા વધી શકે છે.
ઉપાય- દરરોજ સૂર્યની ઉપાસના કરવી અને સૂર્ય દેવને તાંબાના લોટામાં પાણી અર્પણ કરવું.