ETV Bharat / bharat

ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય, શેરડીના ભાવને લઈને મોદી સરકારની જાહેરાત - મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે શેરડીના ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. જેમાં શેરડી પર FRP (વાજબી અને મહેનતાણું કિંમત) વધારીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે બેઠક જણાવ્યું હતું કે, હાલમાં શેરડીની FRP 285 રૂપિયા છે. જો શેરડીની રિકવરી 9.5 ટકાથી ઓછી હોય તો પણ તેને 9.5 ટકાનો ભાવ મળશે. એટલે કે 275.50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળશે.

ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય
ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય
author img

By

Published : Aug 25, 2021, 4:14 PM IST

Updated : Aug 25, 2021, 9:56 PM IST

  • શેરડીના ખેડૂતોને લઈને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કરી મોટી જાહેરાત
  • શેરડીની FRPમાં પ્રતિ ક્વિન્ટલ 5 રૂપીયા વધારવામાં આવ્યા
  • શેરડીની સીઝનમાં ખેડૂતોને FRP હેઠળ વધારાના 1 લાખ કરોડ મળશે

ન્યૂઝ ડેસ્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં શેરડીની FRP (વાજબી અને મહેનતાણું કિંમત) પ્રતિ ક્વિન્ટલ 5 રૂપીયા વધારવાની મંજૂરી આપવામાં આવી છે. ખાદ્ય મંત્રાલયે આ અંગે કેબિનેટ નોંધ જાહેર કરી હતી. ગત સીઝનમાં કેન્દ્ર સરકારે FRP પ્રતિ ક્વિન્ટલ 10 રૂપિયા વધારીને 285 રૂપિયા કરી હતી.

FRP વધારતા ખેડૂતોને કેટલો ફાયદો ?

શેરડીની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોનું કહેવું છે કે, હાલમાં શેરડીમાં ખર્ચ વધ્યો છે. એટલા માટે સરકારે ભાવમાં 25-30 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવો જોઈએ.

  • गन्ना किसानों व उपभोक्ताओं के हित में आज PM @NarendraModi जी के नेतृत्व में सरकार द्वारा गन्ने का FRP मूल्य ₹290/- प्रति क्विंटल करने का निर्णय लिया गया।

    इससे चीनी का निर्यात व इथेनॉल का उत्पादन बढेगा, तथा गन्ना किसानों को भी समय से भुगतान होगा। #KisanKiSarkar pic.twitter.com/9cemPceOXM

    — Piyush Goyal (@PiyushGoyal) August 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

FRP કેટલી છે ?

સરકારના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, FRP પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયા વધીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે FRP માં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો.

10 ટકા રિકવરી પર આધારિત

પીયૂષ ગોયલે કહ્યું કે, શેરડીની FRP 290 પ્રતિ ક્વિન્ટલ છે, જે 10 ટકા રિકવરી પર આધારિત હશે. 70 લાખ ટન શેરડીની નિકાસ થશે, જેમાંથી 55 લાખ ટન થઈ ગયો છે. હાલમાં, 7.5 ટકાથી 8 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે. આગામી કેટલાક વર્ષોમાં સંમિશ્રણ 20 ટકા થઈ જશે. આજના નિર્ણય બાદ ભારત એકમાત્ર એવો દેશ બનશે જ્યાં શેરડીના ખેડૂતોને શેરડીના ભાવના લગભગ 90-91 ટકા ભાવ મળશે. શેરડીના ખેડૂતોને વિશ્વના દેશોમાં 70 થી 75 ટકા શેરડીના ભાવ મળે છે.

શેરડીની FRP કિંમત પ્રતિ ક્વિન્ટલ 290 રૂપિયા

સરકારની નીતિઓને કારણે શેરડીના ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળશે. શેરડીની FRP કિંમત પ્રતિ ક્વિન્ટલ 290 રૂપિયા હોવાથી ખેડૂતોને ખર્ચનું 87 ટકા વળતર મળશે. ઇથેનોલ ઉત્પાદન, શેરડીની નિકાસને પ્રોત્સાહન, બફર સ્ટોક દ્વારા શેરડી ઉદ્યોગને નાણાં આપવા, આવા નિર્ણયોથી શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી મળે તેની ખાતરી થશે.

શેરડી માટેનું બાકી ચૂકવણું

પીયૂષ ગોયલે કહ્યું હતું કે, શેરડી વર્ષ 2020-21માં ખેડૂતોને 91,000 કરોડ ચૂકવવાના હતા, જેમાંથી 86,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ બતાવે છે કે કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે શેરડીના ખેડૂતોને તેમની ચુકવણીની રાહ જોવી પડતી નથી.

Last Updated : Aug 25, 2021, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.