રાંચીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહના દેશ વિદેશમાં કરોડો ચાહકો(Millions of fans Mahendra Singh) છે. તેમા પણ તેમના એવા અનેક ફેન છે કે, જે માહીની ભગવાનની જેમ પૂજા કરે છે. તેમાંથી એક છે સુબોધ કુશવાહ જે ધોનીનો બિગ ફેન(Big fan of Mahendra Singh Dhoni) છે. જેને પોતાના રુમમાં ભગવાનના તસ્વીરોની સાથે મહેન્દ્ર સિંહ ધોનીની પણ તસ્વીર લગાવી રાખી છે.
માહિ કા જબરા ફેન - ધોનીનો ફેન સુબોધ બિહાર હાજીપુરનો રહેવાસી છે. મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને રાંચી તરફ ખેંચી ગયો છે. 8 વર્ષ પહેલા સુબોધ રાંચી આવ્યો હતો અને હરમુમાં મહેન્દ્ર સિંહ ધોનીના ઘર પાસે ભાડાના રૂમમાં રહેવા લાગ્યો હતો. હરમુ મેદાનને ક્રિકેટ પ્રેક્ટિસ માટે પસંદ કર્યું અને પોતાના ભગવાનની ઝલક મેળવવાની શોધમાં રહેવા લાગ્યો. સુબોધના કહેવા પ્રમાણે, તેણે મહેન્દ્ર સિંહ ધોનીને જોઈને જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. સુબોધ એક ઉત્તમ ક્રિકેટર છે અને તેણે રાજ્ય સ્તરની ઘણી ટુર્નામેન્ટ પણ રમી છે. તેણે ભારતીય ટીમના સભ્ય ઈશાન કિશન સાથે ઘણી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. તેનું સપનું હતું કે તે ભારતીય ટીમમાં પણ ક્રિકેટ રમે. જોકે, તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં. આવી સ્થિતિમાં હવે તે સુબોધ માહીના નામે પોતાનું ક્રિકેટ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે.
આ પણ વાંચો - happy birthday dhoni: 41 વર્ષના થયા Ms Dhoni, પત્ની સાક્ષી સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે
ભગવાનની જેમ કરે છે પૂજા - સુબોધે જણાવ્યું કે, ઘણા સમયથી તે મહેન્દ્ર સિંહ ધોનીને મળવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે પોતાના ભગવાનના સાક્ષાત દર્શન માટે પણ ઘણી વાર પ્રયત્ન કર્યો હતો. તેનું આ સપનું 2021માં પૂરું થયું અને ત્યારથી આ ટ્રેન્ડ ચાલુ છે. આ પછી સુબોધને ઘણી વખત મહેન્દ્ર સિંહ ધોનીને મળવાનો મોકો મળ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની પણ સુબોધને ઓળખવા લાગ્યો છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ ત્યારે ગાઢ બન્યો જ્યારે દુબઈમાં આયોજિત IPL મેચ દરમિયાન સુબોધને દુબઈથી રાંચીમાં મહેન્દ્ર સિંહ ધોનીની ફોટોવાળી જર્સી મોકલવામાં આવી હતી. તે પછી સુબોધનો મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યેનો પ્રેમ વધુ વધ્યો. સુબોધને ધોની સાથે જોડાયેલી ઘણી યાદો છે. દર વર્ષે 7મી જુલાઈએ મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસના અવસર પર, સુબોધ તેનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
આ પણ વાંચો - MS Dhoni Birthday: 'રાંચીના રાજકુમાર' એવા ધોનીને જન્મદિવસની શુભેચ્છા
માહિના નામે ચલાવે છે ક્રિકેટ સેન્ટર - સુબોધના જણાવ્યા અનુસાર તેની આંખો ખૂલતા જ તેને પોતાના ભગવાનના દર્શન કરવા જોઇએ છે. એટલા માટે તેણે આખા રૂમને મહેન્દ્ર સિંહ ધોનીના કટઆઉટથી સજાવ્યો છે. આજે સુબોધ બાળકોને ક્રિકેટની ટ્રેનિંગ આપે છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મ હાઉસની બાજુમાં એક ટ્રેનિંગ સેન્ટર ખોલ્યું છે. તે કહે છે કે માહી સર તેના સેન્ટરમાં આવે કે ન આવે પરંતુ તેના ફાર્મ હાઉસની બાજૂમાં હોવાથી બાળકોને જરુર પ્રોત્સાહન મળે છે.