વિજયવાડા : વિજયવાડામાં એક વિદ્યાર્થીએ કોલેજની બાજૂમાં આવેલી ઠંડાપાણીની દુકાનમાં ફ્રિઝમાં રહેલી પાણીની બોટલ લેવા જતા, તેના બાજૂમાં પડેલી પાણીની બોટલ જેવી દેખાતી એસિડની બોટલ લઇને પી લેતા(Student drinks acid) તેની તબિયત બગડતા ચૈત્નયને તેના મિત્રો બાજૂની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.
આ પણ વાંચો - Crime In Ahmedabad: અમદાવાદ ખાતે જનેતા પર પુત્ર અને વહુ દ્વારા કરાયો એસિડ એટેક
કઇ રીતે બની ઘટના - ચૈતન્ય વિજયવાડાની કોલેજમાં અભ્યાસ કરે છે. તે તેના મિત્રો જોડે કેસરપલ્લી પાસે ભાડાના મકાનમાં મિત્રો સાથે રહેતો હતો. ત્યાથી નજીકમાં રહેલી દુકાનમાં પાણીની બોટલ લેવા જતા આ સમગ્ર ઘટના ઘટી હતી. દુકાનદારે ચૈતન્યને જાતે ફ્રિઝમાંથી પાણીની બોટલ લેવા કહ્યું હતું, પરંતુ ગેરસમજણના કારણે પાણીને બદલે એસિડની બોટલ આવી જતા આ મામલો બન્યો. એસિડ પીવાથી તેના આંતરિક અવયવોને નુકસાન થયું હતું અને તેને ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કોલેજ પ્રશાસનને હોસ્પિટલની તમામ ફી ચૂકવવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો - કોમ્પનસેશન સ્કીમ: દુષ્કર્મ અને એસિડ અટેક જેવા વિવિધ ગુનામાં ભોગ બનનારને કેટલું ચૂકવાય છે આર્થિક વળતર?