ઔરૈયા પ્રશાંત કુમાર કાનપુર આઈજી રેન્જ અને કાનપુર ડિવિઝનલ કમિશનર રાજશેખર સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે ઔરૈયામાં શિક્ષકની મારપીટથી દલિત વિદ્યાર્થીના મોત ( Student died due to teacher beating in Auraiya )ના મામલામાં પરિવારના સભ્યોને મળ્યા ( Kanpur ig and divisional commissioner meet family ) હતાં. તેમણે પરિજનોને આરોપી શિક્ષકની વહેલી ધરપકડની ખાતરી આપી હતી.
વિદ્યાર્થીનું 18 દિવસ બાદ મોત થયું દલિત વિદ્યાર્થીના મોતને લઇ આજે સોમવારે ગુસ્સે થયેલા લોકોએ પોલીસની ગાડીને આગ ચાંપી હતી અને પથ્થરમારો કર્યો હતો. જેને લઇ પ્રશાંત કુમાર, આઈજી રેન્જ કાનપુર અને કાનપુર ડિવિઝનલ કમિશનર રાજશેખર, જે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તેમણે બેકાબૂ ભીડને કાબૂમાં લીધી હતી. અછલ્દા પોલીસ સ્ટેશન વિસ્તારની આદર્શ ઈન્ટર કોલેજ (Auraiya Adarsh Inter College) માં શિક્ષકની મારપીટથી એક દલિત વિદ્યાર્થીનું મોત (Dalit student death in Auraiya) થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 7 સપ્ટેમ્બરે શિક્ષકે વિદ્યાર્થીની ક્રૂરતાથી મારપીટ કરી હતી. આ પછી વિદ્યાર્થી લગભગ 18 દિવસ સુધી મોત સાથે લડતો રહ્યો અને સોમવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
ભીમ આર્મીનો હોબાળો પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારના સભ્યો અને ભીમ આર્મીના અધિકારીઓએ આદર્શ ઈન્ટર કોલેજની બહાર હોબાળો મચાવી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર તેમની 7 મુદ્દાની માંગ પર અડગ છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસની ગાડીને આગ ચાંપી હતી. હાલમાં આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે. સમગ્ર જિલ્લાની ફોર્સ સ્થળ પર હાજર છે. ઘટના બાદ પ્રશાંત કુમાર આઈજી રેન્જ કાનપુર, ઔરૈયા ડીએમ પ્રકાશ ચંદ્ર શ્રીવાસ્તવ, એસપી ચારુ નિગમ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
વિદ્યાર્થીના પિતાની પ્રતિક્રિયા વિદ્યાર્થીના પિતા રાજુ દોહરાએ જણાવ્યું કે જ્યારે અમે શિક્ષક અશ્વની સિંહ (Teacher Ashwani Singh)ને તેમના ઘરે મારપીટની જાણ કરી તો તેઓ ગુસ્સે થઈ ગયા. એટલું જ નહીં શિક્ષકે જાતિસૂચક અપશબ્દો બોલીને કાઢી મૂક્યાં હતાં. તેના પીડિત પિતા રવિવારે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં શિક્ષક વિરુદ્ધ FIR નોંધાવી. સ્થિતિ જોઈને પોલીસે તેમના પુત્રને સૈફઈમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો. જો કે મામલો ગંભીર હતો અને સમયસર સારવાર ન મળવાને કારણે સોમવારે સવારે પુત્ર નિખિતનું મોત થયું હતું.
પરિવારની માગણી દલિત વિદ્યાર્થીના મોત ( Student died due to teacher beating in Auraiya )ના મામલામાં પરિવારે 7 માગણીઓ કરી છે, જેમાં આરોપી શિક્ષક સામે હત્યાનો કેસ દાખલ કરવો, 50 લાખનું વળતર, પરિવારમાં સરકારી નોકરી, એક શહેરી રહેઠાણ, આર્મ્સ લાયસન્સ, ગામ સોસાયટીની જગ્યાએ બે એકર જગ્યા અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી વહેલી તકે સજા કરવી જોઈએ.