નવી દિલ્હી: કાશ્મીર ઘાટી અને જમ્મુ ડિવિઝનમાં આજે શનિવારે ભૂકંપના જોરદાર આંચકા (Earthquake In Jammu Kashmir) અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આંચકા સવારે 9.46 કલાકે આવ્યા હતા. જેની રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 (Earthquake magnitude 5.7) હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હિન્દુ કુશ ક્ષેત્ર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: નેપાળમાં ભૂકંપ, કોઈ જાનહાની નહીં
અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
આજે સવારે 9:45 વાગ્યે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે જાનમાલને કોઈ ખતરો હોવાના સમાચાર નથી. આ પહેલા 14 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર પર જણાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે ચંદીગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પણ વાંચો: આ વ્યક્તિએ 2001ના ભૂકંપની કરી હતી આગાહી, જાણો તે કોણ છે...
ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું?
જ્યારે તમે ભૂકંપના આંચકા અનુભવો ત્યારે બિલકુલ ગભરાશો નહીં. સૌ પ્રથમ જો તમે બિલ્ડિંગમાં હાજર છો, તો બહાર આવો અને ખુલ્લામાં આવી જાઓ. બિલ્ડીંગમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ દ્વારા બિલકુલ ન જવું. ભૂકંપ દરમિયાન આ તમારા માટે ખતરનાક બની શકે છે. જો બિલ્ડિંગમાંથી નીચે ઉતરવું શક્ય ન હોય, તો નજીકના ટેબલ અથવા પલંગની નીચે છુપાઈ જવું જોઈએ.