બિહાર : વૈશાલીમાં લોકોમાં ગભરાટ ફેલાવવાના ઈરાદે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યું હતું(Shooting incident in Bihar Vaishali). બાઇક પર આવેલા આવારા તત્વો દ્વારા મોટાઇ રોડ પર ફાયરિંગ કરીને રાજેન્દ્ર ચોક તરફ ભાગી ગયા હતા. લગભગ અડધા કિલોમીટર સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો(Psycho killer opened fire in Bihar). છે. ઘટનાની માહિતી મળતા જ, શહેર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનેગારોનો પીછો કર્યો હતો. પરંતુ ગુનેગારો ભાગવામાં સફળ થયા હતા. પોલીસે સમગ્ર શહેરને કોર્ડન કરીને બોર્ડર સીલ કરી દીધી છે.
4 સાયયો કિલર હિરાસતમાં આ સમગ્ર ઘટનાને લઈને આખું બિહાર હચમચી ગયું છે. આ કિસ્સામાં, સૌ પ્રથમ, 4 સાયકો કિલર બે બાઇક પર સવાર થઈને શહેરમાં પ્રવેશ્યા હતા. ગભરાટ ફેલાવવાના ઈરાદે ગોળીબાર કરાયો હતો. આ ચાર લોકો શહેરમાં પ્રવેશ કરે છે, તેમ છતા પોલિસ આ બાબતે કંઇ પણ ભનક લાગતી નથી. 30 કિમીના અંતરમાં ચાર પોલીસ સ્ટેશન આવ્યા પણ ન તો રોક્યા, ન તો તલાશી લેવામાં આવી. પોલીસ દરરોજ વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવાના દાવા પણ કરે છે. જો પોલીસે આ લોકોને રોક્યા હોત અથવા વાહનની તપાસ કરી હોત તો આ ઘટના બની ન હોત. હવે પોલીસે ચારેય સાયકો કિલરનો ફોટો જાહેર કરીને ઈનામની જાહેરાત કરાઇ હતી. આ કેસમાં 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.