માનવજાત સમક્ષ આ સહસ્રાબ્દિના સૌથી મોટા પડકારને ફેંકનાર કૉવિડ-૧૯ રોગચાળાને નિયંત્રણમાં લાવવા વિકસાવાયેલી રસીના ઉપયોગમાં આપણે ક્યાં ઊભા છીએ?
જોકે આંકડાઓ એવું કહે છે કે રસીની રીતે, યુએસએ અને યુકે પછી ત્રીજું ભારત ઊભું છે, નજીકથી જોઈએ તો એવું જણાઈ આવે છે કે પ્રગતિ બહુ ધીમી છે. યુએસએમાં રસીના સાડા પાંચ કરોડ ડૉઝ અપાઈ ચૂક્યા છે અને યુકેમાં ૧.૬ કરોડ ડૉઝ લોકોને અપાયા છે. રસી આપવાનું પ્રારંભ કરાયું ત્યારથી એક મહિનો થઈ ગયો હોવા છતાં ભારતમાં માત્ર ૯૦ લાખ ડૉઝ જ અપાયા છે. યુએસએમાં અલગ-અલગ ૧૨ રસીના એક સામટા ૪૮૦ કરોડ ડૉઝ ઉત્પાદન થવા જઈ રહ્યા છે. ભારતમાં અંદાજે ૩૬૦ કરોડ ડૉઝ મેન્યુફૅક્ચર થવાના છે. ઉત્પાદન ક્ષમતા અને ઉપયોગ સ્તર વચ્ચે વ્યાપક અંતર તાત્કાલિક નીતિ નિર્ણયો લેવા માટે આહ્વાન કરે છે.
કેન્દ્રએ રસી માટે તબક્કાવાર કાર્ય યોજનાનું આયોજન કરેલું છે જેની હેઠળ અગ્રણી રહેલા યોદ્ધાઓને રસી ઝુંબેશમાં પહેલી પસંદગી આપવાની હતી. ૫૦ વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓને આવતા મહિને શરૂ થનારા રસીના આગામી તબક્કા દરમિયાન રસીની તક મળવાની છે. જો વર્તમાન ગતિએ પ્રગતિ શરૂ રહેશે તો ગ્રામીણ લોકો સુધી રસી પહોંચતાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ નીકળી જશે. જો રસીના ઉત્પાદનના છ મહિનાની અંદર તેનો ઉપયોગ નહીં કરવામાં આવે તો કોરોનાની આ રસીની અસરકારકતા સમાપ્ત થઈ જશે. તેમની આશંકાઓ અને ખચકાટના કારણે પ્રાથમિકતાવાળા વર્ગોના અનેક લોકો રસી મૂકાવા આગળ આવી રહ્યા નથી. સામાન્ય લોકોના મનમાં પણ અનેક શંકાઓ ફરી રહી છે. આ જ સમય છે કે સરકારે જાહેર જાગૃતિ ફેલાવવાની આવશ્યકતા છે કે લાંબી બીમારીવાળી વ્યક્તિઓ પણ રસી મૂકાવી શકે છે. લોકોને જાણ કરાવી જોઈએ કે રસી મૂકાવી એ તેમની સામાજિક જવાબદારી છે.
જે લોકોમાં રોગ સામે પ્રતિકાર ક્ષમતા નબળી છે તેવા કોરોના પીડિતોમાં રોગનું પુનરાવર્તન થવાના દાખલા છે. સેન્ટર ફૉર સેલ્યુલર એન્ડ મૉલિક્યુલર બાયૉલૉજીના તાજા અભ્યાસો સૂચવે છે કે કેટલાકમાં કૉવિડ-૧૯નુો ફરી ચેપ લાગે છે. જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને પૉર્ટુગલ જેવા દેશો ફરીથી ઘર-વાસ (લૉકડાઉન) કરવાનું વિચારી રહ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં આ રોગનું પ્રમાણ ખરેખર આઘાતજનક છે. મુંબઈ જેવા સ્થાનોમાં ઘર-વાસ (લૉકડાઉન) લાદવાની દરખાસ્તો સાવધાની (એલાર્મ) જગાવી રહી છે.
રસીની શોધ સાથે, સામાન્ય લોકોમાં ખતરનાક પ્રકારની સ્વ-ખાતરી જોવા મળી રહી છે. તેઓ માસ્ક અને શારીરિક અંતર જેવા કોરોના નિયમોની અવગણના કરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા વારંવાર એમ કહી રહી છે કે જ્યાં સુધી દરેક વ્યક્તિ સુરક્ષિત ન બને, ત્યાં સુધી કોઈએ પોતાની જાતને સુરક્ષિત માનવી જોઈએ નહીં. સામાન્ય લોકોમાં પ્રવર્તતા ભય, આશંકાઓ અને શંકાઓને દૂર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારોએ એક મિશન આદરવું જોઈએ. હજુ કેટલોક વધુ સમય સાવધાની રાખવાની આવશ્યકતાનો તેમણે આગ્રહ રાખવો જોઈએ.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું છે કે આપણા માટે એ ગર્વની વાત છે કે સિરમ અને ભારત બાયૉટેક રસી ભારતમાં જ ઉત્પાદિત થાય છે. તેમનો ગર્વ સાચો જ છે. કેન્દ્ર કહી રહ્યું છે કે વર્તમાન રસીઓની હરોળમાં કેટલીક વધુ રસીઓ જોડાવા જઈ રહી છે. જોકે તેણે ઉત્પાદન ક્ષમતા મુજબ યોગ્ય વપરાશ યોજના તૈયાર કરવી જોઈએ. તબક્કાઓમાં પ્રાથમિકતાવાળા વર્ગોને તે ડૉઝ આપવા માગે છે તેને બાદ કરતાં કેન્દ્રએ ફાર્મા કંપનીઓને રસી લોકોને વેચવા દેવા અનુમતિ આપવી જોઈએ.
વર્ષ ૨૦૧૩ના કંપની અધિનિયમ મુજબ, નફો કરતી કંપનીઓએ કૉર્પોરેટ સામાજિક જવાબદારી મથાળા હેઠળ ત્રણ વર્ષના નફાના ઓછામાં ઓછા બે ટકાનો ખર્ચ કરવો જોઈએ. ભારતીય ઉદ્યોગોના સંઘે પહેલાં જ કેન્દ્રને વિનંતી કરી દીધી છે કે તે કંપનીઓને તેમના સ્ટાફને રસી આપવા તેમના સીએસઆર ભંડોળનો ઉપયોગ કરવાની અનુમતિ આપે. જો ખાનગી હૉસ્પિટલોને તેમની ભાગીદાર બનાવાય તો રસી ઝુંબેશ વધુ સઘન બનશે અને તેનાથી કૉવિડ-૧૯ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે.
આ પણ વાંચો: કોરોનાની નવી જાત ઘાતક નથી, પણ તેનો વધારે ફેલાવો સરવાળે વધારે મોત લાવે છે