- રામ મંદિર નિર્માણનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ થશે
- મંદિરનું માળખું ઉભું કરવા માટે પથ્થર મૂકવાની કામગીરી કરાશે
- પત્થરોને કાપવા અને નકશીકામ કરવાનું કામ રામ જન્મભૂમિમાં જ કરાશે
અયોધ્યા (ઉત્તરપ્રદેશ) : અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ થશે અને આ સમય દરમિયાન મંદિરની માળખું ઉભું કરવા માટે પથ્થર મૂકવાની કામગીરી કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટે સોમવારે આ માહિતી આપી હતી.
પાયા ભરવાનું કામ ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ કરાશે
રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, પાયા ભરવાનું કામ ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ડિસેમ્બરથી બીજા તબક્કાના નિર્માણનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ભવ્ય મંદિરની રચના તૈયાર કરવા માટે પથ્થરનું કામ કરવામાં આવશે.
ડિસેમ્બરમાં મિર્ઝાપુરના ગુલાબી પથ્થરો લગાવવાનું કામ શરૂ કરાશે
રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “ડિસેમ્બરમાં મિર્ઝાપુરના ગુલાબી પથ્થરો લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે અને ગુલાબી પત્થરો માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પત્થરોને કાપવા અને નકશીકામ કરવાનું કામ રામ જન્મભૂમિમાં જ કરવામાં આવશે.
આ પણ વાંચો : રામ મંદિર નિર્માણ માટે ગુજરાતીઓએ 14 દિવસમાં કર્યુ 100 કરોડનું દાન
300 ફૂટ પહોળાઈવાળા 50 ફૂટ ઉંડા પાયા નાખવામાં આવશે
બાંધકામ સામગ્રીની 10 ઇંચ જાડાઈના મિશ્રણના 50 સ્તરો 400 ફૂટની લંબાઈ અને 300 ફૂટ પહોળાઈવાળા 50 ફૂટ ઉંડા પાયા નાખવામાં આવશે.